શોધખોળ કરો

Heart Attack: રાજકોટમાં ધો.4માં ભણતો વિદ્યાર્થી ઉલટી બાદ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતનું અનુમાન

Latest Rajkot News: બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. જોકે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

Rajkot News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કેસમાં ચોંકાવનારો વધારો થયો છે. નાના બાળકો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. રાજકોટમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. ધો.4માં અભ્યાસ કરતી પૂર્વાગ નેમિશભાઈ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે બાળકને વધુ સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. જોકે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

થોડા દિવસ પહેલા રાજકોટના જેતપુરમાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક આવ્યો હતો. જૂની સાંકળી ગામે સીમ વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિકને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જીતન ગંગારામ નામના 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.

શું સોમવારે હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે?

તાજેતરમાં ડો.શ્રીરામ નેનેએ ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી હતી. જેના અનુસાર સોમવારે હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. ડો.નેને પહેલા સોમવારે હાર્ટ એટેક આવવા પર ચર્ચા થઈ ચૂકી છે. આ પહેલા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ દિવસે હાર્ટ એટેકનો ખતરો 13 ટકા વધારે રહે છે. તેને બ્લ્યૂ મંડે પણ કહેવાય છે.   આ ખતરો સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. જોકે, આ વિશેની કોઈ માહિતી નથી. આ માત્ર અનુમાન છે કે, સોમવારે સવારે ઉઠવા પર બ્લડ કોર્ટિસોલ અને હોર્મોન વધી ગયેલા હોય છે. આ કારણે સર્કાડિયન રિદન હોઈ શકે છે. જે ઉંઘવા અને ઉઠવાની સાઈકલને યોગ્ય રાખવાનું કામ કરે છે. જાણકારો કહે છે કે, ઊંઘવા અને ઉઠવાની સાયકલમાં બદલાવ સૌથી વધુ સ્વાસ્થય પર અસર કરે છે. 

ડોક્ટર નેનેએ જણાવ્યું કે, વિકેન્ડ પર મોટોભાગના લોકો પોતાના પસંદગીના શો જુએ છે અથવા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જતા હોય છે. જેને કારણે મોડી રાતે ઊંઘ કરતા હોય છે. આ કારણે તેમને ઊંઘવાની અને જાગવાના સમયમાં અસર થાય છે અને સર્કાડિયન રિદનમાં બદલાવ થવાથી રવિવારે રાતની ઊંઘ ઓછી હોય છે. જેને સોશિયલ જેટ લૈગ કહેવાય છે. ઊંઘ ઓછી આવવી કે ખરાબ આવવાથી બ્લડ પ્રેશર કે કોર્ટિસોલનું લેવલ વધે છે. જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.

આ ઉપરાંત એક કરતાં વધુ અભ્યાસમાં હાર્ટ એટેકના કેસ અને ગુસ્સા વચ્ચે કંઈક સંબંધ જોવા મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે લાગણીઓ હૃદયની નળીઓને સંકુચિત કરીને અને રક્ત પ્રવાહને અસર કરીને બે કલાકની અંદર જોખમ વધારે છે. વધુ તીવ્ર અથવા વારંવાર ગુસ્સો આવવો, સમયાંતરે વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યનું જોખમ વધારે છે.

આ પણ વાંચોઃ

Myths vs Facts:  છાતીમાં ડાબી બાજુ દુખાવો થવાનો મતલબ હાર્ટ એટેક આવવાનો છે? જાણો શું છે દિલની બીમારીનું સત્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget