શોધખોળ કરો
રાજકોટ: વિવેક કુછડિયા રૂમમાં ગયો ત્યારે ASI ખુશ્બુ આંતરવસ્ત્રોમાં હતી
રાજકોટ મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ કેસમાં પોલીસ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ નવું જાણવા મળે છે. પોલીસે ખુશ્બુનો મોબાઈલ ચેક કરતાં બંન્નેની તસવીરો મળી આવી હતી. મુંબઈ ફરવા ગયા ત્યારે ખુશ્બુ અને રવિરાજે મેચિંગ કપડાં પહેર્યા હતાં.
![રાજકોટ: વિવેક કુછડિયા રૂમમાં ગયો ત્યારે ASI ખુશ્બુ આંતરવસ્ત્રોમાં હતી Rajkot ASI-Constable Murder Case: ASI Khushbu was in the Under garments when Vivek went to the room રાજકોટ: વિવેક કુછડિયા રૂમમાં ગયો ત્યારે ASI ખુશ્બુ આંતરવસ્ત્રોમાં હતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/17133621/Rajkot1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલા ASI ખુશ્બુ કાનાબારે તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને ગોળી મારી હત્યા કરી ત્યાર બાદ પોતે આપઘાત કરી લેવાના ચકચારી કેસમાં પોલીસ જેમ જેમ તપાસ આગળ કરી રહી છે તેમ તેમ ખુશ્બુના કિસ્સા બહાર આવી રહ્યા છે. પંદર દિવસ પૂર્વે ખુશ્બુ અને રવિરાજસિંહ સહિત ચાર વ્યક્તિ મુંબઈ ફરવા ગયા હતાં.
તે દરમિયાન પ્રેમી સાથે પડાવેલી 60 જેટલી તસવીરો ખુશ્બુએ પોતાની પાસે સાચવી રાખી હતી એટલું જ નહીં રવિરાજે ચૂકવેલા બિલ પણ રાખ્યા હતા. ખુશ્બુએ આ તમામ વસ્તુઓ પોતાની સલામતી માટે રાખી હતી કે, રવિરાજ સાથેના સંબંધ પુરવાર કરવા આગોતરું આયોજન કર્યું હતું તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પંદર દિવસ પૂર્વે ખુશ્બુ, રવિરાજસિંહ, વિવેક કુછડિયા અને વિવેકની પત્ની મુંબઈ અને માથેરા ફરવા ગયા હતા. મુંબઇમાં એક રાત્રીના ખુશ્બુ અને રવિરાજ એક રૂમમાં રોકાયા હતા ત્યારે રવિરાજની પત્નીનો ફોન રવિરાજ પર આવતાં ખુશ્બુ ઉશ્કેરાઈ હતી અને ઝઘડો શરૂ થી ગયો હતો.
ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે રવિરાજે બાજુના રૂમમાં સૂતેલા કુછડિયાને ફોન કરીને બોલાવવા પડ્યાં હતાં ત્યારક બાદ કુછડિયા તથા તેની પત્ની રૂમમાં દોડી આવ્યા હતાં. કુછડિયા પહોંચ્યા ત્યારે રવિરાજસિંહે તમામ કપડાં પહેરેલા હતાં. પરંતુ ખુશ્બુ માત્ર આંતરવસ્ત્રમાં જ જોવા મળી હતી અને કુછડિયા દંપતીએ ખુશ્બુને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
પોલીસને ખુશ્બુના ફ્લેટમાંથી 60 જેટલા ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતાં. જે ફોટોગ્રાફ્સ મુંબઈ અને માથેરાના હતા. ખુશ્બુએ પોતાના મોબાઈલથી ફોટા પાડ્યા હતા. તમામ ફોટોગ્રાફ્સ મોબાઈલમાં સુરક્ષિત રહે તેમ હોવા છતાં ખુશ્બુએ 60 ફોટોગ્રાફ્સની હાર્ડ કોપી પણ કઢાવી હતી. એટલું જ નહીં મુંબઈ માથેરા ફરવાનો ખર્ચ રવિરાજે આપ્યો હતો અને હોટેલ સહિતના તમામ બિલ પણ ખુશ્બુએ સાચવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિરાજ દરરોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ ખુશ્બુના ઘરે જતો હતો અને રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે પોતાના ઘરે જવા રવાના થતો હતો. ઘરે ગયા બાદ પણ રવિરાજ ખુશ્બુને મેસેજ કરતો, હું ઘરે પહોંચી ગયો છું, સોરી હું તારી સાથે રહી શકું નહીં અને ત્યારબાદ ત્રણ વખત સોરી, સોરી, સોરી પણ લખતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)