શોધખોળ કરો

RAJKOT : ઉનાળાની શરૂઆતમાં જ આટકોટમાં પાણીની સમસ્યા, આઠ દિવસે એક વાર મળે છે પાણી

 મહિલાઓનો દાવો છે કે આઠ દિવસે એક જ વાર પાણી મળે છે અને તે પણ માંડ 30 મીનિટ.

RAJKOT : રાજકોટ  જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ તો સારો વરસ્યો હતો અને એટલે જ જિલ્લાના તમામ જળાશયો છલોછલ થઈ ગયા હતા.તેમ છતાં હાલ હજુ ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં જસદણ તાલુકા નજીક આવેલા આટકોટમાં પાણીનો પોકાર શરૂ થયો છે.આ સ્થિતિ પ્રશાસનના પાપે નિર્માણ પામી છે.ત્રણ મોટા પાણીના ટાંકા હોવા છતાં નપાણિયા પ્રશાસનના કારણે ત્રણેય પાણીના મોટા ટાંકાઓ ખાલીખમ છે. 

આઠ દિવસે એક જ વાર પાણી મળે છે
આટકોટના કૈલાશ પ્લોટ વિસ્તારમાં તો હાલ પાણીની મહાસમસ્યા સર્જાઈ  છે. અહીંની  મહિલાઓનો દાવો છે કે આઠ દિવસે એક જ વાર પાણી મળે છે અને તે પણ માંડ 30 મીનિટ.અડધો કલાક પાણી પણ પૂરતા ફોર્સથી નથી આવતું. અઠવાડિયે આવતું પાણીમાંથી માંડ પીવા પૂરતુ જ થાય છે.વાસણ અને કપડા ધોવાનું પાણી ન મળતા મહિલાઓને હાલ એક કિમી દૂર જવું પડતું હોવાનો મહિલાઓનો દાવો છે.

ખરીદવું પડી રહ્યું છે પીવાનું પાણી
તો છેવાડાના વિસ્તારના લોકોને તો જો ચાર દિવસે પાણી પૂર્ણ થઈ જાય તો નાછૂટકે પીવાનું પાણી પણ ખરીદવું પડી રહ્યું છે.સ્થાનિકોનો દાવો છે કે હાલ મજૂરીકામ છોડીને સવારે પાણી શોધવા જવું પડે છે.આટકોટ ગામમાં 15 હજારની વસ્તી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના ગામથી આટકોટ માત્ર છ કિમી જ દૂર છે.

પાણીના ત્રણ ટાંકા શોભાના ગાંઠિયા સમાન 
પાણી સ્ટોરેજની વ્યવસ્થા નથી તેવું પણ નથી,  કૈલાશ પ્લોટ વિસ્તારમાં 23 લાખના ખર્ચે ત્રણ પાણીના ટાંકાઓ બનાવાયા છે. પરંતું ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે. પરંતું વીજળી કનેકશન જ મળ્યું નથી.વીજળી કનેકશનના વાંકે પાણીના ટાંકા ભરી શકાતા નથી.હાલ પાણી ન ભરાતા ટાંકા જર્જરિત થવા લાગ્યા છે.23 લાખ રુપિયાના અધધ ખર્ચે બનેલી પાણીની ટાંકી માંડ એક વાર જ ભરાઈ હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Embed widget