રાજકોટઃ પડધરીમાં ભાજપના નેતા વિરુદ્ઘ ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કેસ?
રાજકોટના પડધરીના મોવિયા ગામમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવાના કેસમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી હતી
રાજકોટઃ રાજકોટના પડધરીના મોવિયા ગામમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવાના કેસમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, બુધવારે PGVCLની ટીમ વીજ ચેકિંગ માટે પડધરીના મોવિયા ગામે પહોંચી હતી. દરમિયાન ગામમાં રહેતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘરમાં ચેકિંગ કરાયું હતું તો વીજ ચોરી ઝડપાઈ હતી.
એટલું જ નહીં તેમના પેવર બ્લોકના કારખાનામાં પણ વીજ ચોરી ઝડપાઈ હતી. દરમિયાન ધીરુભાઈ તળપદા અને તેમના 40થી વધુ સમર્થકોએ PGVCLની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં ડેપ્યૂટી ઈજનેર ભાર્ગવ પુરોહિત સહિત કુલ ત્રણને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે 12 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી મુખ્ય આરોપી ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય લોકોની ધરપકડ હજુ બાકી છે.
GSEB Gujarat CET Results: ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે જોઇ શકશો?
ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જોઇ શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયુ છે. ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થીનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા હતા. 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.
ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું હતું. લાઠીમાં સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી ઓછું લીમખેડાનું 33.33 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ આવ્યું હતુ. રાજ્યની 65 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું.
રાજ્યમાં સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. 61 શાળાઓનું 10 ટકા કરતા પણ ઓછું પરિણામ આવ્યું છે.અમદાવાદ શહેરનું 70.80 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 75.38 ટકા પરિણામ આવ્યું છે.