શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં ફરી લોકડાઉન લાદવાના વહેતા થયેલા સમાચારો અંગે જિલ્લા કલેક્ટરની મોટી જાહેરાત, જાણો વિગત
રાજકોટ જિલ્લામાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એ અફવા છે અને ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટરે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે ગ્રામ વિસ્તારમાં પાનના ગલ્લા અને ચાની કીટલી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે, રાજકોટ જિલ્લામાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એ અફવા છે અને ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં અન્ય દુકાનો બંધ રાખવાના નિયમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી તેવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટરે કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ધોરાજીમાં કેસો વધલા લાગતા સોની બજાર દ્વારા સામે બંધ રાખવાની જાહેરાત કરી છે. ધોરાજીમાં છેલ્લા 4 દિવસમાં 46 કેસ નોંધાયા છે. આથી ગઇકાલે રવિવારે કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા આરોગ્ય અધિકારી ધોરાજી દોડી ગયા હતા અને પ્રાંત કચેરીએ બેઠક બોલાવી ચા-પાનની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આથી આજે ધોરાજીમાં ચા-પાનની દુકાનો-રેંકડીઓ બંધ કરવામાં આવી છે. જ્યારે કાલથી 7 જુલાઇથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચા-પાનની દુકાનો-રેંકડીઓ બંધ કરવામાં આવશે. જ્યારે રાજકોટ શહેરમાં ચા-પાનની દુકાનો ખુલી રહેશે. આ જાહેરનામું રાજકોટ શહેરમાં લાગુ પડશે નહીં. તેવું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion