શોધખોળ કરો

Rajkot Coronavirus: કોરોનાના કેસ વધતા વીરપુરનું જલારામ મંદિર ક્યાં સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય ? 

 સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 

રાજકોટ:  કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં ખૂબજ ચિંતાજનક વધી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધતા વીરપુર (Virpur)નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર (Jalaram Temple) દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાનું  સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 

આ સિવાય  રાજકોટ (Rajkot) સતત વધતા કોરોનાના કેસ ને લઈને કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પણ બંધ રાખવાનો સંતો દ્વારા નિર્ણય લેવાયો છે.  બીએપીએસ સંસ્થા દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ સુધી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

આ પહેલા સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડમાં સપ્તાહમાં ત્રણ દિવસ બેડીયાર્ડ બંધ રાખવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય કરાયો છે. દર સપ્તાહના શુક્ર શનિ અને રવિવારે રહેશે બેડીયાર્ડ બંધ રહેશે. કોરોનાના વધતા કેસોને પગલે યાર્ડ દ્રારા નિણર્ય લેવાયો છે. શાકભાજી માર્કેટ ચાલુ રહેશે..કેમકે અહીંથી સૌરાષ્ટ્રભરમાં શાકભાજી જાય છે. જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ન ઘટે ત્યાં સુધી બેડી યાર્ડમાં સપ્તાહના ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

29,371

178

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Embed widget