શોધખોળ કરો
Advertisement
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 12 ચોરીનો ભેદ ઉકેલ્યો, કરોડપતિ ચોર આનંદ સીતાપરાની કરી ધરપકડ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 12 ચોરીનો ભેદ ઉકેલ્યો છે. કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 12 ચોરીનો ભેદ ઉકેલ્યો છે. કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ તેનો સાગરીત અગાઉથી જેલમાં હોય પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી છે.
મુખ્ય આરોપી આનંદ વિરૂદ્ધ ભૂતકાળમાં શહેરમાં 32 ગુના દાખલ થઈ ચૂક્યા છે. આ પહેલા વર્ષ 2017માં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હાઈપ્રોફાઈલ ઘરોમાં ચોરી કરતા હતા.
રાજકોટના મિલપરામાં મકાનનાં તાળાં તોડી તસ્કરો 2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા 13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે વ્યક્તિ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા હતી. પોલીસે તેની ધરપકડ કરતાં તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement