દારૂના ટ્રકના પાયલોટિંગ કેસમાં મહિલા PSI સહિત 5 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દારૂ ભરેલલા ટ્રકનું પાયલોટિંગ કરવાને લઈ વિવાદમાં છે. દારુ ભરેલા ટ્રકનું અપહરણ કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ભૂમિકા સામે આવી છે.
રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દારૂ ભરેલલા ટ્રકનું પાયલોટિંગ કરવાને લઈ વિવાદમાં છે. દારુ ભરેલા ટ્રકનું અપહરણ કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ભૂમિકા સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક દારૂ ભરેલ ટ્રક અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ આજ રોજ રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મહિલા PSI ભાવના કડછા સહીત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 394 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી લીધો હતો. દારૂ ભરેલ ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના માણસો અપહરણ કરી લઇ જતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ ભાવના કડછા સહીત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દારુના ટ્રકનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા એ પ્રકારના આક્ષેપો ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા રાજકોટ પોલીસ કમિશનર કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.
કચ્છ: જખૌ વિસ્તારના દરિયાકિનારે સ્ટેટ આઇબીને ચરસના 20 પેકેટ મળતાં એજેન્સીઓમાં દોડધામ
પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનાવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઇ છે.
જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.