શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot : શિવ શક્તિ ડેરીમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે કારણ?

આ ચાર શખ્સો અચાનક ડેરી પાસે આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

રાજકોટઃ  શહેરના માલવીય વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ડેરીમાં સામુહિક આપઘાત પ્રયાસની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક જ પરિવારની 3 મહિલા અને એક પુરુષે આપઘાતનો પ્રાયસ કર્યો હતો. પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે ખસેડાયા છે. આ ચારેય લોકો દ્વારા ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આ ચાર શખ્સો અચાનક ડેરી પાસે આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

ડેરીના સંચાલક જગદીશભાઇ અકબરીએ કહ્યું મને જાણ નથી આપઘાત કરનાર કોણ હતા.મને ખબર નથી. ડેરીમાં આવીને ફાઇનલ પીવા લાગ્યા. 

ગુજરાતના આ જાણીતા આંદોલનકારી AAPમાં જોડાશે એવી ચર્ચા, સુરતમાં મનિષ સિસોદીયા સાથે થઈ મુલાકાત

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 

જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલન કારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.

આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. 

આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવValsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Embed widget