Rajkot Fire: મુખ્યમંત્રીએ લીધી ઘટના સ્થળની મુલાકાત, હર્ષ સંઘવીએ આપી તમામ જાણકારી
આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
![Rajkot Fire: મુખ્યમંત્રીએ લીધી ઘટના સ્થળની મુલાકાત, હર્ષ સંઘવીએ આપી તમામ જાણકારી Rajkot Game Zone fire updates CM To visit spot today and SIT to probe incident Rajkot Fire: મુખ્યમંત્રીએ લીધી ઘટના સ્થળની મુલાકાત, હર્ષ સંઘવીએ આપી તમામ જાણકારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/0c8eccb032194fd0bbe4774e5bc6e4b3171669096403376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.
રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)