શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ યુવતીને મારવાડી યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેગનન્ટ થતાં પ્રેમી છોડીને જતો રહેતાં બીજા યુવક સાથે સંબંધ બાંધી બાળકને આપ્યો જન્મ ને.....
21 વર્ષની યુવતીને મારવાડી યુવક સાથે લગ્ન વિના શારીરિક સંબંધ બંધાયા હતા. બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં હતાં પણ વિધિવત લગ્ન નહોતાં કર્યાં. યુવતી પ્રેગનન્ટ થતાં યુવક તેને છોડીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેને ભરવાડ યુવક સાથે સંબંધ બંધાયા હતા ને બંનેએ લગ્ન કરી લીધા હતા.
રાજકોટઃ રાજકોટ શહેર નજીકના કુવાડવા ગામમાં ભોમેશ્વર મંદિર પાસે કચરાના ઢગલામાંથી મળેલા આઠ દિવસના બાળકના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કિસ્સામાં 21 વર્ષની યુવતીને મારવાડી યુવક સાથે લગ્ન વિના શારીરિક સંબંધ બંધાયા હતા. બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં હતાં પણ વિધિવત લગ્ન નહોતાં કર્યાં. યુવતી પ્રેગનન્ટ થતાં યુવક તેને છોડીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેને ભરવાડ યુવક સાથે સંબંધ બંધાયા હતા ને બંનેએ લગ્ન કરી લીધા હતા.
યુવતીએ લગ્ન પછી બાળકને જન્મ આપ્યો પણ તેનો પતિ બાળકને રાખવા તૈયાર નહોતો તેથી અમદાવાદની એક નર્સને બાળક આપ્યું હતું. થોડા સમય પહેલાં મગજમાં પાણી ભરાવાને કારણે આર્યની તબિયત લથડતાં તેની સંભાળ લેતી નર્સ ગભરાઈ ગઈ હતી. તેણે યુવતીને દીકરાને સોંપી દીધો હતો.
યુવતીને દીકરાને લઈને ઘરે ગઈ હતી પણ તેના પતિએ પોતે કોઈપણ હિસાબે બાળકને નહીં રાખે તેમ કહેતાં યુવતી તેને લઈ તેના માતા-પિતાને ત્યાં પીપળિયા ગામ આવી હતી. યુવતીએ તેમને કહ્યું કે, આ બાળક તેના જેઠનું છે તેથી થોડા સમય સુધી તેને સાચવો. યુવતીએ મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હોવાથી માતા-પિતાએ આ બાળક રાખવાનો સાફ ઈનકાર કરી દેતાં યુવતી બાળકને લઈ ઘરે આવતી રહી હતી.
જો કે તેના પતિએ બાળક સાથે તેને રાખવાનો ઈન્કાર કરતાં યુવતી બાળકને માતા-પિતાને સોંપવાના બહાને પીપળિયા આવી હતી. યુવતી પીપળિયા જવાને બદલે તે કુવાડવા રોડ પર પહોંચી હતી અને ભોમેશ્વર મહાદેવ મંદિર નજીક કચરાના ઢગલામાં બાળકને ત્યજી જતી રહી હતી. બાદમાં તે માતા-પિતાના ઘરે આંટો મારી પોતાના ઘરે જતી રહી હતી. બીજા દિવસે ત્યજી દેવાયેલું આઠેક માસનું બાળક મળી આવ્યું હતું. કુવાડવા પોલીસે અજાણી માતા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકની સંભાળ લેનાર નર્સનો પતો લાગ્યા બાદ આખરે પોલીસ તેની માતા સુધી પહોંચી હતી અને આજે તેની ધરપકડ કરી હતી. માતાનું નામ મીરાબેન ઉર્ફે કાજલ શૈલેષ શર્મા (ઉ.વ.21) છે. મૂળ રાજકોટ તાલુકાના પીપળિયા ગામની મીરા હાલ અમદાવાદના માંડલ ગામમાં કપાસીયા પીઠા વિસ્તારમાં રહે છે. તેણે ત્યજી દીધેલું બાળક હાલ કાઠિયાવાડ બાલાશ્રમમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement