શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં કોરોના વકરતા આખું માર્કેટ 8 દિવસ રહેશે સ્વયંભૂ બંધ  ?

વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજકકોટનું સોની બજાર આઠ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 12 સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સોની બજારો બંધ રહેશે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વસ્તીની દ્રષ્ટીએ રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટનું સોની બજાર આગામી 8 દિવસ સુધી સ્વયંભૂ બંધ રહેશે. મળતી વિગતો પ્રમાણે, વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજકકોટનું સોની બજાર આઠ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 12 સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સોની બજારો બંધ રહેશે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 26 લોકોના છે. રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ થાય છે. રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે. લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટ0માં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે., તેમ તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget