શોધખોળ કરો

રાજકોટઃ મગફળીનો ભાવ ઓલ ટાઈમ હાઈ, એક મણના 1731 રૂપિયા બોલાયા, સીંગતેલમાં પણ આગ ઝરતી તેજી

મગફળીના ભાવ વધતા સીંગતેલમાં પણ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Groundnut Crop: રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની જૂજ આવક વચ્ચે ભાવ ઓલ ટાઇમ હાઈ પહોંચ્યો છે. એક મણ મગફળી 1731 રૂપિયાના ભાવે વેચાઇ છે. ઉનાળુ પાકના નુકસાન ને પગલે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. નવી સિઝનની મગફળીની આવક નવરાત્રી આસપાસ થશે. યાર્ડમાં જીણી અને જાડી બંને મગફળી મળી ફૂલ 660 ક્વિન્ટલ આવક નોંધાઇ હતી. મગફળીના ભાવ વધતા સીંગતેલમાં પણ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 ને પાર પહોંચ્યો છે. સીંગતેલના ભાવમાં ત્રણ દિવસમાં 45 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ વધ્યા છે. સાતમ આઠમના તહેવા ટાણે જ સીંગતેલમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે.

એક મણના ભાવ 1700 થી 1751 રૂપિયા સુધી પહોંચ્યા છે. સરેરાશ મગફળીના એક મણના ભાવ 1400 થી 1600 રૂપિયા રહ્યા છે. ભારે વરસાદના કારણે ગુજરાત અને યુપીમાં ઉનાળુ મગફળીના પાકને નુકસાન થતાં ભાવમાં ઉછાળો આવ્યો છે. મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવો હજુ પણ આવતા દિવસોમાં ભડકે બળે તેવી શક્યતાઓ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી દરરોજ 4000 ગુણીની આવકો થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો ઘટતા ભાવ વધ્યા છે.

મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઓઇલ મિલો સુધી મગફળી પહોંચી શકતી નથી. યુપીમાં ભારે વરસાદના કારણે ઉનાળુ મગફળીનો પાકમાં નુકસાન થયું છે. મગફળીના ભાવ વધતા તેલનો ડબ્બો 3000 ને પાર પહોંચ્યો છે.

સોમવારે સરસવ અને સીંગતેલ તેલીબિયાંના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તેલીબિયાંના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે મલેશિયા અને શિકાગો એક્સચેન્જમાં વધુ હલચલ જોવા મળી નથી.

 દેશના ખેડૂતો દ્વારા ગત વર્ષના સોયાબીન હજુ વેચાયું નથી. આ સિવાય આફ્રિકન દેશોમાંથી 4,800-5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે સોયાબીન બીજ (તેલીબિયાં)ની આયાત કરવામાં આવી રહી છે. જે સ્વદેશી ખાદ્યતેલ અને તેલીબિયાંનો વધુ વપરાશ ન થવા દેવાની પરિસ્થિતિનું નિર્માણ કરશે.

NCDEX પર વાયદાના વેપારમાં કપાસિયા તેલ કેક (તેલીબિયાં કે જે પશુઓના ચારા માટે મહત્તમ તેલીબિયાંનું ભોજન પૂરું પાડે છે)નો જુલાઈનો કરાર રૂ. 2,400 પ્રતિ ક્વિન્ટલના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. કપાસનો પાક નવેમ્બર-ડિસેમ્બરમાં આવે છે અને સામાન્ય રીતે કપાસિયા કેકની કિંમત તે સમયગાળા દરમિયાન વાયદાના વેપારમાં હાજર ભાવ કરતાં લગભગ 10 ટકા સસ્તી હતી.

પરંતુ આ વખતે, કપાસના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડાને જોતા, સટોડિયાઓએ કપાસિયા કેકના ડિસેમ્બર કરારના ભાવમાં ઘટાડો કરવાને બદલે, તેમાં ચાર ટકાનો વધારો કરીને રૂ. 2,505 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. એકલા મહારાષ્ટ્રમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટીને 28,11,255 હેક્ટર થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તેલીબિયાં, તેલીબિયાં ખેડૂતો, દેશના ખાદ્ય તેલ ઉદ્યોગ અંગેની વર્તમાન નીતિઓ ભવિષ્યમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના પ્રયાસોને નુકસાન પહોંચાડશે. આ સંભવિત પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તેલ સંસ્થાઓને પણ જવાબદાર ઠેરવી શકાય, જેમણે સમયસર દેશના તેલીબિયાં ઉદ્યોગની જરૂરિયાતો અને હિતોની તરફેણમાં અવાજ ઉઠાવ્યો ન હતો, સસ્તી આયાતને કારણે તેઓ કેવી રીતે પાયમાલ થઈ રહ્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget