રાજકોટની હોટલમાં 2000 રૂપિયા લઈને યુવકોને સગીરા સાથે શરીર સુખ માણવા મોકલાતા ને પછી...........
યુવતીઓની પૂછપરછ કરતાં વડોદરાની જયશ્રી ચાવડા રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરાવતા હતા. રૂમમાંથી મળેલી 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લેતા હતા, જેમાંથી લલનાઓને રૂપિયા 500 આપતા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટઃ શહેરની હોટેલ પાર્કઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું છે. દેહવ્યાપાર કરાવતી વડોદરાની યુવતી, હોટલ મેનેજર અને રાજકોટના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ગઇકાલે મુંબઇની એક NGO દ્વારા આ અંગે બાતમી અપાઈ હતી. જેમાં કોઇ વ્યક્તિ સગીરાને લાવી વેચવા માટે રાજકોટ આવી છે. આ બાતમીને આધારે તપાસ કરતા સગીરા પણ મળી આવી હતી અને આ સાથે કુટણખાનું પણ ઝડપાયું હતું. વડોદરાની મહિલા અને રાજકોટનો શખ્સ ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરાવતા હતા તેમજ તેમાંથી યુવતીને 500 રૂપિયા આપતા હતા.
મુંબઇમાં NGOના સભ્યો રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ સાથે મહિલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. હોટલ પાર્કઇનમાં સંતોષ નામની વ્યક્તિ સગીર વયની બાળકીને લાવી રૂમમાં રાખી છે જેને મુક્ત કરવા જાણ કરી હતી. પંચો અને સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખી પોલીસે હોટલ પાર્કઇનમાં રેડ કરી હતી.જ્યાં હોટલની તલાસી લેવાઇ હતી. જેમાં પોલીસને રૂમ નંબર 102માંથી બે યુવતીઓ મળી આવી હતી. જેમની પૂછપરછમાં દેહવ્યાપારનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.
યુવતીઓની પૂછપરછ કરતાં વડોદરાની જયશ્રી ચાવડા રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરાવતા હતા. રૂમમાંથી મળેલી 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લેતા હતા, જેમાંથી લલનાઓને રૂપિયા 500 આપતા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મુંબઇના NGOએ આપેલી બાતમીના આધારે હોટલમાં અન્ય રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 405માંથી સગીર વયની બાળકી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા બાળકીને સંતોષ નામનો વ્યક્તિ અહીં લાવ્યા બાદ હાલ સંતોષ મથુરા ગયો હોવાનું જણાવ્યું હતું. બાળકી ગભરાયેલી હોવાથી બાળકીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખવામાં આવી છે. તેમજ સ્વસ્થ થયા પછી કાઉન્સેલિંગ કરાશે. તેમજ કાઉન્સેલિંગ થયા બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
મુંબઇની NGO તરફ બાતમી અપાઈ હતી. સગીરાને વેચવા ઇરાદે અહીં લવાઈ હોવાની માહિતી પોલીસને અપાઈ હતી. સગીરા ગભરાયેલી હોવાથી યોગ્ય પૂછપરછ કરી શકાય તેમ નથી. સગીરા સાથે કોઇ દુષ્કર્મ થયું છે કે કેમ? છેલ્લા 2 માસથી અહીંયા એકલી રહે છે તો શા માટે અહીં લવાઈ છે? સહિતના મુદ્દે તપાસ કરશે. સાથે જ સગીરાને રાજકોટ ખાતે લાવનાર સંતોષને શોધી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.