Rajkot : યુવતી હોટલના રૂમમાં બોયફ્રેન્ડ સાથે શરીર સુખ માણી રહી હતી ને પતિએ વીડિયો ઉતારી લીધો ને પછી..........
યુવકે ઘરમાં હિડન કેમેરા ગોઠવીને તપાસ કરતાં બંને મિત્રો પોતાની ગેરહાજરીમાં અવાર-નવાર ઘરે આવતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પત્નીના લફરાની પતિને ખબર પડી ગઈ હતી.
રાજકોટઃ મૂળ મેંદરડાના અને રાજકોટમાં રહેતા યુવકે વર્ષ 2019માં પ્રેમલગ્ન કર્યા છે. જોકે, લગ્ન પછી પત્ની આખો દિવસ મોબાઇલનો ઉપયોગ કરતી હોવાથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન તેના બે મિત્રોને ઘરે અવર-જવર વધતા તેને પત્નીનું તેમની સાથે લફરું હોવાની શંકા ગઈ હતી. આથી તપાસ કરવા માટે યુવકે ઘરમાં હિડન કેમેરા લગાવી દીધા હતા. હિડન કેમેરામાં પત્નીની હરકતો જોઇને યુવક ચોંકી ગયો હતો.
યુવકે ઘરમાં હિડન કેમેરા ગોઠવીને તપાસ કરતાં બંને મિત્રો પોતાની ગેરહાજરીમાં અવાર-નવાર ઘરે આવતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, એક મિત્ર સાથે પત્ની અશ્લીલ હરકતો કરતી હતી. જેને કારણે પત્નીના લફરાની પતિને ખબર પડી ગઈ હતી.
હજુ પતિને આનાથી વધુ મોટો આંચકો લાગવાનો બાકી હતી. પત્ની દરરોજ ટિફિન આપવા તેની દુકાને આવતી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી તેનું વર્તન બદલાતા તેણે એક દિવસ પત્નીની રેકી કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રમાણે તે ઘરેથી નીકળી ઘરથી થોડે દૂર ઉભો રહી ગયો હતો. થોડીવારમાં તેની પત્ની એક્ટિવા લઈને નીકળી હતી. આથી તેણે તેનો પીછો કર્યો હતો.
તેની પત્ની કુવાડવા રોડની એક હોટલમાં એન્ટર થઈ ગઈ હતી. આથી તે પણ તેનો પીછો કરતાં ત્યાં પહોંચી ગયો હતો. અહીં તપાસ કરતાં તે હોટલના એક રૂમમાં ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તે ત્યાં પહોંચીને રૂમમાં તપાસ કરતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતી તેના મિત્ર સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આથી યુવકને પોતાના મિત્ર સાથે બબાલ પણ થઈ હતી.
જોકે, વધુ ફજેતો ન થાય તે માટે તે લફરાબાજ પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો. બીજી તરફ પત્નીના બે પ્રેમીઓ એવા તેના મિત્રોએ તેને ધમકી આપી હતી. આમ, ધમકી મળતા યુવકે બંને શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.