Rajkot : ભૂમાફિયાના આતંક, મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતાં ભાજપના નેતાઓ દોડી આવ્યા
સાંસદ મોહન કુંડારિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા , સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લીધી હતી.
રાજકોટઃ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુ માફિયાના ત્રાસનો મામલો હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મૃતકના પરિવારજનોને મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા , સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લીધી હતી. રાજકોટની રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંકનો મામલે સોસાયટી ખાલી કરાવવાના આરોપની ફરિયાદમાં વધુ 3 નામ ઉમેરાતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ વ્યથિત થયા હતા.
રાજકોટમાં જમીન પડાવા મુદ્દે ગેંગ કાર્યરત હોય તેમ ધાક-ધમકી અને બળજબરીથી કરોડોની કિમતની મોકાની જમીન પડાવતા હોવાની વાત સામે આવતા કેટલાય સવાલો ઉઠ્યા છે. આ કેસમાં જે ત્રણ નામ સામે આવ્યા છે તેમાં ભરત સોશા ઉર્ફે ભૂરો, મયૂરસિંહ જાડેજા, અમિત ભાણવડીયાનું નામ ઉમેરાયું છે. આરોપી અમિત ભાણવડીયા, કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુએ યોજેલા લોક દરબારમાં પણ બેઠો હોવાની ચર્ચાએ છે. અમિત ભાણવડિયાના પણ હાર્દિક સાથેના ફોટા વાયરલ થયા છે.
રાજકોટ-રાધે ક્રિષ્ના સોસાયટીમાં ભુ માફિયાઓનો આતંક મામલે આજે કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડા મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. સોસાયટીના રહીશો ન્યાયની માંગ સાથે ધરણાં પર બેઠા છે અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમણે પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંગડીઓના ધા કર્યા. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. એક મહિલાની તબિયત લથળતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
આજે આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા. ભુ-માફિયાઓના ત્રાસથી અવિનાશભાઈ ધૂલેસિયા સારવાર દરમિયાન મૃત્યુ થયું. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. વિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ખ્ય ભુ-માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. અવિનાશ ધુલેશિયાના પુત્ર બ્રિજેશનું નિવેદન, આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારમાં નહિ આવે. રાજકોટ પોલીસ પર ભરોસો નથી,આ કેસથી વાકેફ ન હોય તેવા તટસ્થ અધિકારીઓ દ્રારા તપાસ થવી જોઇએ. ચાર વર્ષમાં 15 કરતા વધુ અરજીઓ કરવામાં આવી. પોલીસ કોઇ કાર્યવાહી ન કરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ.
સોસાયટી ખાલી કરાવવા મામલે 4 આરોપીઓની અગાઉ ધરપકડ થઈ છે. ભુ-માફિયા અમિત ભણવાડિયા,ભરત સોસા ઉર્ફે ભુરો,મયુરસિંહ જાડેજાના નામનો ઉમરો થયો છે.