Rajkot: લિવ ઈન પાર્ટનર બુટલગેર યુવતીને દર્શનના બહાને ગિરનારના જંગલમાં લઈ ગયો ને પછી કરી નાંખી હત્યા
Rajkot Crime News: યુવતીને તેના બુટલેગર લિવ ઈન પાર્ટનરે દર્શન કરવાના બહાને ગિરનારના જંગલમાં લઈ જઈ હત્યા કરી નાંખી હતી. આડા સંબંધની શંકામાં યુવતીનું કાસળ કાઢવામાં આવ્યું હોવાનું ખલ્યું છે.
Rajkot News: રંગીલા રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને તેના બુટલેગર લિવ ઈન પાર્ટનરે દર્શન કરવાના બહાને ગિરનારના જંગલમાં લઈ જઈ હત્યા કરી નાંખી હતી. આડા સંબંધની શંકામાં યુવતીનું કાસળ કાઢવામાં આવ્યું હોવાનું ખલ્યું છે.
શું છે મામલો
રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી યુવતી છેલ્લા ચારેક વર્ષથી બુટલેગર મનસુખ જાદવ નામના વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે આડાસંબંધને લઈ વિવાદ ચાલતો હતો. જેને લઈ મનસુખે તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચાર દિવસ પહેલા બંને જુનાગઢ આવ્યા હતા અને ત્યાંથી યુવતીને દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.
યુવતીના પરિવારને કેવી રીતે શંકા ગઈ
હત્યા બાદ મનસુખ એકલો જોવા મળતો હતો. જેથી યુવતીના પરિવારજનોને કઈંક અજુગતું બન્યાની શંકા જતાં આજીડેમ પોલીસ સ્ટેશનના ગુમ થયાની અરજી આપી હતી. યુવતીના માતાની ફરિયાદ બાદ રાજકોટ પોલીસે ટેક્નિકલ સોર્સની મદદથી મનસુખનું લોકેશન મેળવી પૂછપરછ કરી હતી. જેમાં તેણે ભવનાથ જંગ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
મૃતદેહની બાજુમાં સિંહો કરતા હતા ગર્જના
આરોપીએ કરેલી કબૂલાત બાદ રાજકોટ પોલીસ જૂનાગઢ આવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ ભવનાથ જંગલમાં મૃતદેહની શોધખોળ કરી હતી. મનસુખે હત્યાવાળી જગ્યા બતાવી ત્યાં ઉર્મિલાનો મૃતેદેહ પડ્યો હતો અને તેનો એક હાથ દીપડો ખાઈ ગયો હતો. ભવનાથ જંગલમાં મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતાં હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલ્યો હતો. મૃતક યુવતી ગર્ભવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યારે આરોપી મનસુખ પ્રોહિબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને પાસામાં જેલની હવા ખાઈ આવ્યો છે.