શોધખોળ કરો
Advertisement
Rajkot: કોંગ્રેસની કાર્યકર યુવતીના ઘરમાંથી મળી મોંઘાદાટ શરાબની બોટલો, પોલીસ શું શોધવા ગયેલી ને દારૂ મળ્યો ?
રાજકોટ કૉંગ્રેસની મહિલા કાર્યકર ચાંદની લિંબાસિયા અને તેમના પતિ પિયૂષ લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે (જુદી જુદી બ્રાન્ડનો મોંઘોદાટ દારૂ ઝડપી પાડ્યો છે.
રાજકોટઃ ગુજરાતમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજકોટમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર ચંદની લિંબાસિયાના ઘરમાંથી મોટા પ્રમાણમાં શરાબની બોટલો મળી આવતાં ખળભળાટ મચ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ યુવતીએ વોટ્સએપ સ્ટેટસમાં રીવોલ્વરમાંથી ફાયરિગં કરતી હોય એવો વીડિયો મૂક્યો હતો. પોલીસ તેન તપાસ કરવા પહોંચી ને દારૂનો વિપુલ જથ્થો મળી આવતાં કોંગ્રેસની હાલત કફોડ થઈ ગઈ છે. આ જ મહિલા કોંગ્રેસ કાર્યકરે પતિની લાયસંસવાળી રીવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હોવાથી તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ કૉંગ્રેસની મહિલા કાર્યકર ચાંદની લિંબાસિયા અને તેમના પતિ પિયૂષ લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે (જુદી જુદી બ્રાન્ડનો મોંઘોદાટ દારૂ ઝડપી પાડ્યો છે.કોંગ્રેસના મહિલા કાર્યકરનો પોતાના પતિની લાયસન્સવાળી રિવોલ્વોરથી કરેલા ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયો એક વર્ષ જુનો છે પણ આ વીડિયોની ખરાઇ કરવા ક્રાઈમ બ્રાંચ રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના ઘરે પહોંચી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં ભારતીય તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા પોલીસ સ્ટેશનમાં પોલીસે પતિ પત્ની સામે આઈપીસીની 336,114 તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion