શોધખોળ કરો

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Maharashtra CM: દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

Maharashtra CM: મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળશે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગત વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

દેવેન્દ્ર ફડણવીસ બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

બે ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે

ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. આમાંથી એક નામ એનસીપી નેતા અજિત પવારનું હોવાનું માનવામાં આવે છે, જોકે બીજું નામ કોનું હશે તે અત્યારે નક્કી નથી. રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કયા મંત્રીઓ મંત્રી તરીકે શપથ લેશે તેની માહિતી આપવામાં આવશે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું હતું કે કોણ શપથ લે છે કે નહીં તે નક્કી થઇ જશે, હું આવતીકાલે શપથ લઈ રહ્યો છું તે નિશ્ચિત છે.

ગૃહ મંત્રાલય ભાજપ પાસે રહેશે

શપથગ્રહણ પહેલા કહેવામાં આવી રહ્યું છે કે મહાયુતિ ગઠબંધનની ત્રણ પાર્ટીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે ભાજપ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ આ મંત્રાલય શિવસેનાના ખાતામાં જઈ શકે છે.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે

મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવશે. આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

ફડણવીસે પોતાના નામમાં માતા-પિતાના નામ ઉમેર્યા

શપથ ગ્રહણ માટેની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામની સાથે તેમના માતા અને પિતાના નામ પણ લખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૈનિક દ્વારા મોકલવામાં આવેલા આ કાર્ડમાં ફડણવીસનું પૂરું નામ દેવેન્દ્ર સરિતા ગંગાધર રાવ ફડણવીસ લખેલું છે. સરિતા તેમની માતાનું નામ છે અને ગંગાધર રાવ તેમના પિતાનું નામ છે. આ પહેલીવાર છે જ્યારે ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા-પિતાનું નામ ઉમેર્યું છે. અગાઉ 2014 અને 2019માં સીએમ તરીકે શપથ લેતી વખતે તેમનું નામ માત્ર દેવેન્દ્ર ફડણવીસ લખવામાં આવ્યું હતું.

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
Embed widget