સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
ડીટીસી બાદ અન્ય સપ્લાયરો પણ ભાવ ઘટાડે તેવી શક્યતા છે. કાચા હીરાના બજારમાં ડીટીસી એટલે ડી-બિયર્સ સૌથી મોટી કંપની છે
કાચા હીરા એટલે કે રફના સતત વધી રહેલા ભાવ અને તૈયાર હીરાની ઘટી રહેલી માંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચમક ગૂમાવી ચૂકેલા હીરા ઉદ્યોગ માટે આશાના કિરણ સમાન સમાચાર છે. વિશ્વમાં સૌથી મોટા કાચા હીરાના ઉત્પાદક એવા ડિ-બયર્સે રફ હીરાના ભાવમાં 10થી 15 ટકાનો ઐતિહાસિક ઘટાડો કર્યો છે. ડી-બિયર્સ એટલે ટીડીસીએ રફ હીરાના ભાવ ઘટાડતા અન્ય માઈનિંગ કંપનીઓ અને સપ્લાયરો પર પણ રફના ભાવ ઘટાડવા માટે દબાણ વધશે તેવી શક્યતાઓ છે.
ડીટીસી બાદ અન્ય સપ્લાયરો પણ ભાવ ઘટાડે તેવી શક્યતા છે. કાચા હીરાના બજારમાં ડીટીસી એટલે ડી-બિયર્સ સૌથી મોટી કંપની છે. અમેરિકા સહિતના દેશોમાં આર્થિક મંદીના કારણે ફીનીશ હીરાનું બજાર ઘટ્યું છે. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગ પણ મંદીનું એક કારણ છે.
રફ હીરાના ઘટેલા ભાવના કારણે ડૂબી રહેલો ડાયમંડ બજાર પરથી ફરી એક વખત મંદીના વાદળ દૂર થવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે અમદાવાદ અને યુરોપના દેશોમાં આર્થિક મંદીની વચ્ચે તૈયાર ડાયમંડની માંગ ઘટી છે. ત્યારે ડાયમંડ કટિંગ પોલિસિંગ વ્યવસાય તો જ બેઠો થાય જો તે દેશોમાં મંદી દૂર થાય ફિનિશની માંગ વધે છે. આ તમામની વચ્ચે સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માગ પણ રીયલ ડાયમંડ ઉદ્યોગ માટે સતત પડકાર બની રહ્યો છે. દુનિયામાં તૈયાર થતા 10 પૈકીના નવ હીરાનું કટિંગ પોલિસિંગ ભારતમાં થાય છે અને તે પૈકીના આઠથી વધુ હીરાનું કટિંગ પોલિશિંગ સુરત અને ગુજરાતમાં થાય છે. હીરા ઉદ્યોગ પર લાખો પરિવારની રોજગારી નિર્ભર છે. મંદીના કારણે સુરત, બોટાદ, ભાવનગર, અમરેલીમાં અનેક હીરા કારખાના બંધ પડ્યા છે અથવા તો ઉત્પાદકો ઉત્પાદન ઘટાડવા મજબૂર છે.
ડી-બિયર્સ કંપની દ્વારા રફ હીરાના ભાવમાં સરેરાશ ૧૦ થી ૧૫ ટકાનો ભાવ ઘટાડો કરવામાં આવતા ડાયમંડ હબ ગણાતા સુરત અને મુંબઇના ડાયમંડ ઉદ્યોગકારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ડાયમંડ ઉદ્યોગકારોએ સરેરાશ ૧૦ થી ૧૫ ટકાના ભાવ ઘટાડાના ડી-બિયર્સ કંપનીના નિર્ણયને ઐતિહાસિક ઘટાડો ગણાવ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે કંપનીના અત્યાર સુધીના ઇતિહાસમાં મંદીના સમયમાં પણ કાચા હીરાના ભાવો ઘટાડવાની જગ્યાએ પોતાના ગ્રાહકો ઘટાડવાની નિતી અપનાવી હતી પરંતુ પ્રથમ વખત કંપનીએ પોતાની પોલિસી બદલી છે.