શોધખોળ કરો

Rajkot: 13 વર્ષની સગીરાને કાકા-ભત્રીજાએ પીંખી નાખી, બાળકને જન્મ આપતા ડોક્ટરે વેચી નાખ્યું

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. 13 વર્ષની સગીરાને  કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક કાકાએ અવારનવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી હતી.

રાજકોટ:  રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. 13 વર્ષની સગીરાને  કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક કાકાએ અવારનવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. આ 13 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપતા ડોકટરે તેનું નવજાત બાળક વેચી નાખ્યું હતું. માનવ તસ્કરી બદલ કમળાપુરના શ્રીજી ક્લિનિકના ડોક્ટરની ધરપકડ કરીને એક આરોપી સગીર સાથે બીજા બે આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ ડોક્ટરે તેને વેચી માર્યું હોવાનો આરોપ પરિજનો કરી રહ્યા છે. આ અંગે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓ તથા તબીબ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જસદણ તાલુકાના એક ગામમાં 13 વર્ષની સગીરા પર કૌટુંબિક સગીર ભાઈ અને કાકાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.સગીરા ગર્ભવતી થતા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે ડોક્ટરે બાળક વેચી નાંખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાતા જસદણ પોલીસે દુષ્કર્મ આચરનાર સગીરાના બે કૌટુંબિક સગા અને ડોક્ટરની ધરપકડ કરી છે. એક આરોપી સગીર હોવાથી તેની અટકાયત હજુ કરવામાં આવી નથી. 

આ બનાવથી જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જસદણ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની ભોગ બનનાર દીકરી 13 વર્ષ 5 મહિનાની છે. એકાદ વર્ષ પહેલાં તેની દીકરીને આરોપી કૌટુંબિક કાકા અને કૌટુંબિક ભાઈએ એમ ત્રણ આરોપીએ બળજબરી કરી હતી. સગીરાએ વિરોધ કરતા તારા નાના ભાઈને મારી નાખીશું. તેવી આરોપીઓએ ધમકી આપી હતી.  આરોપીઓ કૌટુંબિક સગા હોઈ આસપાસમાં જ રહેતા હતા. તેઓ રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. એવામાં સગીરા ગર્ભવતી થતા પરિવારજનોને જાણ થઈ હતી. સાડા આઠ મહિને સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા દવાખાનમાં ખસેડવામાં આવી હતી. પોણા બે મહિના પહેલા 13 વર્ષની દીકરીએ પુત્રને જન્મ આપ્યો હતો. 

આ તરફ આરોપીઓ પણ કુટુંબના જ હોવાથી સગીરાના પરિવારજનો અને કુટુંબના લોકોએ સમાજમાં બદનામી થશે તેવા ડરે વાતને દબાવી દીધી હતી, અને એવું સમાધાન થયું હતું કે દુષ્કર્મ આચરનાર ત્રણે આરોપીને ગામ છોડીને જતું રહેવાનું અને ક્યારેય ગામમાં આવવાનું નહિ. આ પછી આરોપીઓ  ગામ મૂકીને અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. જોકે થોડા પહેલા પરત ગામમાં આવી આરોપીએ સગીરાના ઘર સામે રહેતા માથાકૂટ થઈ હતી અને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું હતું. 

ડોક્ટરે આ શિશુ કોઈને વેચી દીધું હોવાનો આક્ષેપ છે. સમગ્ર બનાવ સામે આવતા જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આઇપીસી 376, 370 અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડોકટર સામે બાળકને વેચી નાખવાનું એટલે કે માનવ તસ્કરીનો ગુનો ગણવામાં આવ્યો છે. હાલ આરોપી ડોકટર અને 21 વર્ષીય કૌટુંબિક કાકા, 20 વર્ષીય કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે. એક સગીર આરોપી છે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. તેની સામે બાળ અદાલતમાં કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi News:  મોરબીમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક, સનાળા રોડ પરની ઑફિસમાં કરી તોડફોડHun To Bolish : હું તો બોલીશ : બાબાના 'બોલ બચ્ચન'Hun To Bolish : હું તો બોલીશ : પાલિકામાં ચૂંટણીનું ચગડોળVinod Moradiya: સુરત મનપાના અધિકારીઓની કાર્યશેલી પર ખુદ ભાજપના ધારાસભ્યે સવાલ ઉઠાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Embed widget