શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Crime: રાજકોટમાંથી પકડાયું ઘોડા પાસાથી ચાલતુ જુગારધામ, 25 જુગારીઓ ક્લબમાં હતા ને પોલીસ આવી ગઇ.....

રાજકોટમાં પોલીસના દરોડામાં એક મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે, અહીં ઘોડી પાસાથી જુગાર રમતા 25 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા

Rajkot News: રાજકોટમાં પોલીસના દરોડામાં એક મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે, અહીં ઘોડી પાસાથી જુગાર રમતા 25 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ગઇ રાત્રે શહેર પોલીસ બાતમીના આધારે શહેરમાં ચાલતી એક ક્લબમાં દરોડાની કાર્યવાહી કરી હતી, એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના મધ્યમાં આવેલી ત્રિકોણ બાગ પાસેના એપાર્ટમેન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ક્લબમાંથી પોલીસે 25 જુગારીઓને 285000 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા, આ તમામ જુગારીઓ ઘોડા પાસા દ્વારા જુગાર રમી રહ્યાં હતા. ખાસ વાત છે કે, રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડિંગમાં 9માં માળે 906 નંબરની ઓફિસમાં આ ક્લબ ચાલતી હતી, અને અહીં ઘોડા પાસા દ્વારા જુગાર મોહસીન પઠાણ નામનો શખ્સ રમાડતો હતો. 

‘તું મારી બહેન સાથે કેમ વાત કરે છે’ કહી યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો 

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે.  સરખેજમાં એક જ પરિવારના ચાર સભ્યોએ યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દિધો હતો. સરખેજમાં હત્યાની ઘટનાની ખળભળાટ મચી ગયો હતો. આરોપીઓએ યુવકને કહ્યું કે  ‘તું મારી બહેન સાથે કેમ વાત કરે છે’ તેમ કહીને માત-પિતા તેમજ બે ભાઇઓએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના સરખેજમાં રહેતા ચિરાગ ઠાકોરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સોમવારે મોડી રાત્રે ચિરાગ નોકરીથી ઘરે આવીને જમવા માટે બેઠો હતો ત્યારે તેના ભાઇ મિલને તેને જણાવ્યું હતું કે, નિતીન સીંગરોટીયાની બહેનને હું હેરાન કરતો નથી તેમ છતાંય તે લોકોએ મને મારી બહેનને કેમ હેરાન કરે છે તેમ કહીને લાફો મારી દીધો હતો. મિલનની વાત સાંભળીને ચિરાગે તેને નીતિન સાથે વાત કરવાનું કહેતા મિલન ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં ચિરાગના મોબાઇલ પર તેના મિત્ર વિક્રમ ઠાકોરનો ફોન આવ્યો હતો. જેથી તે તેના ઘરે બેસવા માટે ગયો હતો. અંદાજે દસેક મિનિટ બેઠા બાદ તેઓ સરખેજ કોઠીવાળા વાસના નાકે પાર્લર પર મસાલો ખાવા માટે આવ્યાં હતાં. ત્યાં તેઓ વાતચીત કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક જ બુમાબુમ સાંભળવા મળી હતી. ચિરાગ, વિક્રમ, રાજુભાઇ ઠાકોર, દીપક ઠાકોર, વિશાલ ઠાકોર સહિતના લોકો દોડીને વાલ્મીકી વાસમાં પહોચી ગયા હતા. ત્યાં જઇને જોયું તો નિતીન સીંગરોટીયા, તેના પિતા નરેન્દ્ર ઉર્ફે કાળુ સીંગરોટીયા, ભાઇ સુમિત સીંગરોટીયા, માતા તારાબેન સીંગરોટીયાએ મિલન સાથે ઝઘડો કરી રહ્યા હતા. મિલન લોહીલુહાણ હાલતમાં દિવાલને અડીને જમીન પર સૂતો હતો.

જો કે, તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ જતાં સમયે મિલને કહ્યું હતું, કે, આરોપીઓએ તેમની છોકરીને ફોન કરીને કેમ હેરાન કરે છે, તેમ કહીને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને મારા માર્યો હતો. નીતીન સીંગરોટીયાએ તેની પાસે રહેલી છરીના ઘા માર્યા હતા. આ કેસમાં પોલીસને જાણ થતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget