શોધખોળ કરો

News: શહેરમાં રોગચાળો વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી-તાવના 400થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભય, નૉટિસ-ફૉગિંગની કામગીરી શરૂ....

ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

Rajkot News: ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે, વળી, તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રૉસેસ પણ કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બિસ્માર રસ્તાથી બીમાર પરેશાન

રાજકોટ સિવિલ હોસ્પિટલના રોડ અને રસ્તા અત્યંત ખરાબ છે. લાંબા સમયથી આ રસ્તા બિસ્માર હાલતમાં છે પરંતુ કોઇ સુઘાર ન થતાં રોજ અહીં આવતા બીમાર દર્દીની તકલીફમાં વધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ સૌરાષ્ટ્રની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અહી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે. આ પહેલા સિવિલ સુપ્રિટેન્ડન્સ સાથે એબીપી અસ્મિતા એ વાત કરી હતી, ત્યારે તેમને કહ્યું હતું કે ટૂંક સમયમાં રોડ બની જશે પરંતુ એ  વાતને પણ આજે  ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી સુધી સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલતમાં હજુ પણ સુધારો નથી થયો. ખાસ કરીને વધુ ગંભીર દર્દીનું પીડા આ ખાડાવાળા રસ્તા વધારી રહ્યું છે. અહી  એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ અને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સ્ટ્રેચર પર જતા દર્દીઓ પણ ખરાબ રસ્તાના કારણે  પરેશાન થાય છે. ખાસ કરીને ઓપરેશન વાળા દર્દીઓને પણ ખરાબ રસ્તાના કારણે  પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમારા સંવાદદાતાએ જ્યારે આ મુદ્દે દર્દીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, એક વોર્ડમાંથી સ્ટ્રેચરમા બીજા વોર્ડ સુધી પહોંચતા શરીરનો દુખાવો વધી જાય છે. આવા અનેક બીમાર દર્દીઓ અને તેના સ્વજનોએ તેમની મુશ્કેલી વર્ણવી હતી. લોકોની તકલીફને ધ્યાનમાં લેતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકારે સિવિલના રોડ રસ્તા મુદ્દે ગંભીરતા દાખવવાની જરૂર છે.

અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદે  પાલિકાની નબળા  કામની પોલ ખોલી દીધી છે. અહીં પણ વરસાદ બાદ રસ્તાની સ્થિતિ બદતર બની છે.  સાવરકુંડલા ખાંભા સ્ટેટ હાઇવે આ સ્ટેટ હાઇવે ઉપરથી અનેક વાહનો પસાર થાય છે અને આ સ્ટેટ હાઇવે મહત્વનો છે પરંતુ આ મુખ્ય હાઇવે પર પણ  વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે.  વરસાદી પાણી ભરાતા અકસ્માત સર્જાય છે. ખરાબ રસ્તો હોવાંને  કારણે વાહન ચલાવવું મુશ્કેલ  બની રહ્યું છે. અહી થી પાસર થતા વાહન ચાલકો હાલકી નો સામનો કરી રહ્યા છે ખાસ કરી ને આ સ્ટેટ હાઇવે હોવાને કારણે સોમનાથ કોડીનાર ઉના જાફરાબાદ ખાંભા જવા માટે લોકો આ રસ્તા ઉપર થી પસાર થાય છે આ રસ્તો ખખડધજ બનતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અવારનવાર રસ્તા પર પડેલા ખાડા તંત્ર દ્વારા પૂરવામાં આવે છે જેવો વરસાદ પડે ત્યાંરે ફરી આની આ સ્થિતિનું નિર્માણ થાય છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget