શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં બિલ્ડરો કેવી રીતે ઈન્કમટેક્સ વિભાગના ધ્યાનમાં આવી ગયા હોવાની છે ચર્ચા, જાણો વિગત

Latest Rajkot News: 5 દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે.

Rajkot IT Raid Update: રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન બિલ્ડરોના હિસાબ-કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી છે. છેલ્લા 5 દિવસથી અલગ અલગ 30 સ્થળોએ આઈટીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા. જેમાં 500 કરોડ કરતા વધારેના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. ડાયરીમાં અનેક મોટા રોકાણકારો નામો ખુલ્યા છે. જેમના નામો ખુલ્યા તેમને ત્યાં પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે.

આઇ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા ઠેલાંઓ ભરીને રોકડ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. શહેરમાં પાંચ થી છ એકરના પ્લોટ ધરાવતા બિલ્ડરો દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા ,જે આઈટીના ધ્યાનમાં આવી ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ આઈટી વિભાગની રડારમાં હતો.

150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

5 દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે. આઈ.ટી ની સાથે જી.એસ.ટી ચોરી ની સંભાવના ના પગલે તપાસનો રિપોર્ટ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપભાઈ લાડાણી તેમજ વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી  40 સહયોગી પેઢીઓ ઉપર આવકવેરાનાં 150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી

આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેકસી, દેવિકા ફાઈનાન્સ ઉપરાંત રાધિકા કોર્પોરેશન સહિતની સહયોગી પેઢીના ડાયરેકટરોનાં ઓફિસ રહેઠાણ તેમજ પ્રોજેકટનાં સ્થળો ઉપર આવકવેરા વિભાગનાં અધિકારીઓની ટીમ દ્વારા છાનબીન કરવામાં આવતાં કરોડો રૂા. નાં  બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. જુદી-જુદી 35 થી 40 જગ્યાએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં  આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓરબીટ ગાર્ડનનાં પ્રોજેકટમાંથી કેટલીક મહત્વની વિગતો મળી છે. જેના આધારે કરચોરીની મોટી રકમ બહાર આવશે. લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget