Heart Attack: હાર્ટ એટેકનો હાહાકાર, રાજકોટ શહેરમાં હૃદયરોગના હુમલામાં બે દિવસમાં 3 લોકોના મોત
Rajkot Heart Attack: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ સામે આવતા હાર્ટએટેક તેમજ તેનાથી થતા મૃત્યુના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજયમાં આ વર્ષે દરરોજ હાર્ટએટેકના અંદાજે 199 દર્દી સામે આવ્યા છે.
Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટ શહેરમાં હૃદયરોગના હુમલામાં બે દિવસમાં 3 ના મોત થયા છે. 42 વર્ષીય જગદીશ બોસિયા વહેલી સવારે 4 વાગ્યે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. મૃતકને બે પુત્રી હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક ખોખડદળ નદી પાસે આવેલ શિવધારા પાર્કમાં રહેતા હતા. દ્યારે 52 વર્ષીય જૈરામ બારૈયા રાત્રિના સમયે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા હતા. મૃતક જસદણના દહીંસરા ગામના વતની હતા અને રાજકોટ ખાતે કુટુંબીને ત્યાં આવ્યા હતા.
રાજ્યમાં દરરોજ કેટલા દર્દીને આવ્યા હાર્ટએટેક
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ સામે આવતા હાર્ટએટેક તેમજ તેનાથી થતા મૃત્યુના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજયમાં આ વર્ષે દરરોજ હાર્ટએટેકના અંદાજે 199 દર્દી સામે આવ્યા છે. છેલ્લા ૧11 મહિનામાં ઇમરજન્સી મેડિકલ સુવિધા સેવા 108 એમ્બ્યુલન્સે 66397 દર્દીને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ દર્દીમાં કિશોરો અને યુવા દર્દીઓની સંખ્યા વધુ છે. તેમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ઓક્ટોબર મહિનામાં નોંધાયા સૌથી વધુ કેસ
ઈમરજન્સી સર્વિસ 108 મુજબ, 2023માં જાન્યુઆરથી નવેમ્બર સુધી 11 મહિનાના આંકડા પર નજર કરીએ તો કુલ 66397 દર્દી છે. જાન્યુઆરીમાં 5787 દર્દી નોંધાયા હતા. જાન્યુઆરીમાં અંદાજે 187, ફેબ્રુઆરીમાં 5847, માર્ચમાં 5953, એપ્રિલમાં 5168, મેમાં 5585, જૂનમાં 5598, જુલાઈમાં 6322, ઓગસ્ટમાં 6610, સપ્ટેમ્બરમાં 6512, ઓક્ટોબરમાં 6763, નવેમ્બરમાં 6254 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં કિશોર કિશોર અવસ્થાથી માંડીને યુવાઓમાં પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં અંદાજે 1000થી વધુ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. તેમાં 11 થી 25 વર્ષની ઉમર ધરાવતા દર્દીઓની સંખ્યા 80 ટકા છે.