શોધખોળ કરો

લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે

દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા.

રાજકોટઃ રંગીલા રાજકોટના પાદરમાં સાવજના આંટાફેરા બાદ હવે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દીપડો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઝૂમાં બહારનો દીપડો ઘૂસી જવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સલમતીના કારણોસર પાર્કને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. દીપડો પકડવા મુકવામાં આવ્યાં પાંજરા ઝૂમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝૂ પહોંચી ગયા છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે. લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે કેટલા વાગ્યો ઘૂસ્યો દીપડો રાજકોટ પ્રદ્યુમન પાર્કના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ૯ વાગ્યા આસપાસનો બનાવ છે. સ્ટાફે દીપડાને નજરે જોયો હતો. દીપડાએ હોગ ડીઅર જાતિનું માદા હરણનુ મારણ કર્યું છે. જો કે રાત્રે જ જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દીપડો પકડાયો નથી. સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું છે. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સીસીટીવીથી રાખવામાં આવી રહી છે નજર પ્રદ્યુમન પાર્કમાં હાલ દરેક ખૂણા પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ, દીપડા સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. રાજકોટ અને આસપાસના જિલ્લા, તાલુકા મથકેથી મોટી સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવતા હોય છે ત્યારે આ ઘટનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ગત વર્ષે દીપડાના હુમલામાં થયો હતો અચાનક વધારો ગત વર્ષે રાજ્યના અમરેલીના બગસરા પથંકમાં દીપડાના માનવી પર હુમલાની ઘટનામાં અચાનક વધારો થયો હતો. જેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. દીપડાની રંજાડ બાદ રાજ્ય સરકારે માનવભક્ષી દીપડાને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો. નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી કેજરીવાલે કરી ખાતાની ફાળવણી, પોતાની પાસે ન રાખ્યો એક પણ વિભાગ, જાણો કોને કયું ખાતું આપ્યું ઝારખંડમાં 14 વર્ષ બાદ બાબુલાલ મરાંડીની BJPમાં ઘરવાપસી, અમિત શાહે ફૂલહાર પહેરાવી પક્ષમાં કર્યા સામેલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય

Embed widget