શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં પુત્રવધુના ન્યૂડ વીડિયો મામલે પોલીસ તપાસમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતો

રાજકોટ શહેરમાં ચકચાર મચાવનાર ન્યૂડ વીડિયોના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.   રાજકોટમાં સાસુ-સસરાએ પુત્રવધૂના જ ન્યૂડ વીડિયો ઉતાર્યાના મામલે દરરોજ ચોંકાવનારા ખુલાસા  થાય છે.

રાજકોટ :   રાજકોટ શહેરમાં ચકચાર મચાવનાર ન્યૂડ વીડિયોના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.   રાજકોટમાં સાસુ-સસરાએ પુત્રવધૂના જ ન્યૂડ વીડિયો ઉતાર્યાના મામલે દરરોજ ચોંકાવનારા ખુલાસા  થાય છે.  રાજકોટ પોલીસે એક હોટેલમાં તપાસ  કરી હતી.   આ સમયે હોટેલના માલિક સામે જ મેનેજરે પોલીસ સમક્ષ વટાણા વેર્યા છે.  મેનેજરે કબૂલ્યું કે હોટેલમાં વિદેશી કોલગર્લ આવતી હતી.  એવામાં હવે પોલીસ મેનેજરને સાક્ષી બનાવી મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે.  સાયબર ક્રાઈમ સ્થાનિક પોલીસને રિપોર્ટ કરશે. કોલગર્લ ક્યાંથી આવતી હતી અને કોણ લાવતું તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન કબજે કરાયેલા ઉપકરણો, મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ એફએસએલમાં તપાસ માટે મોકલાશે.  

ન્‍યુડ વિડીયો ઉતારી ઓનલાઇન વેબસાઇટ પર મુકતા

રાજકોટના પોશ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પરિણીતાના પતિ અને સસરાએ ન્‍યુડ વિડીયો ઉતારી ઓનલાઇન વેબસાઇટ પર મુકતા હતા. સસરાએ ઓનલાઈન ન્યૂડ વેબસાઇટ પર નગ્ન લાઇવ શો કરાવતાં તેમજ બિભત્‍સ અડપલા પણ કરતાં હતા. આ પરણીતાનો પતિ પરાણે સેક્‍સ સંબંધ બાંધતો હતો. પતિ વારંવાર બળજબરી કરતો તેમાં સાસુ પણ સહકાર આપતાં.  આ સમગ્ર ઘટના સાયબર ક્રાઇમમાં પહોંચતા ખળભળાટ મચી ગયો હતો. સસરાને પોતાના ધંધામાં ભાગીદારી છુટી કરવા ભાગીદારને પૈસા આપવાના હોય તેની પાસે પૈસા ન હોવાથી પોતાની પુત્રવધુ પાસે નગ્ન લાઇવ શો કરાવી પોતાના જ દિકરા-વહૂના સેક્‍સ વિડીયો ઓનલાઇન મુકી નાણા કમાવવાનો કારસો ઘડયાનું જણાવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.    

Rajkot: રાજકોટમાં પુત્રવધુના ન્યૂડ વીડિયો મામલે પોલીસ તપાસમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતો

યુવકે તેને ઈન્‍સ્‍ટાગ્રામમાં ફ્રેન્‍ડ રીક્‍વેસ્‍ટ મોકલી હતી

રાજકોટમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં સાઈબર ક્રાઈમમાં પરિણીતાએ જે  વિગતો જણાવી તેમાં કહ્યું હતું કે,  હું  ચાર વર્ષ પહેલાં એક યુવાનના સંપર્કમાં આવી હતી. આ યુવાનના પરિવારના સભ્‍યો તેના દૂરનાં સંબંધી થાય છે. તેની સાથે મિત્રતા થયા બાદ અવારનવાર એકબીજા સાથે ચેટ અને ફોનમાં વાત કરતાં હતાં. એક લગ્ન પ્રસંગમાં પણ ફરી વખત તેની સાથે મુલાકાત થઈ હતી. આખરે રવિના વાલીએ તેના માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્વાર મૂકયો હતો. જે તેના માતા-પિતાએ ફગાવી દીધો હતો. જેને કારણે તેણે યુવાન સાથે સંબંધો કાપી નાખ્‍યા હતા. બાદમાં બે વર્ષ પહેલા ફરીથી યુવકે તેને ઈન્‍સ્‍ટાગ્રામમાં ફ્રેન્‍ડ રીક્‍વેસ્‍ટ મોકલી હતી જે તેણે સ્‍વીકારી લેતા ફરીથી તેની સાથે ચેટ શરૂ થઈ ગઈ હતી. સમય જતા બંને નજીક આવ્યા હતા. 

લગ્ન કરાવવાનો ઈન્‍કાર કરી દીધો હતો

યુવાનની સગાઈ બીજે થઈ ગઈ હતી જે તેણે તોડી નાખી હતી. આખરે તેણે વાલીઓને વાત કરતાં તેઓ તેના વાલીઓને મળ્‍યા હતા. આ રીતે બંનેની સગાઈ થઈ હતી પરંતુ ત્‍યાર પછી તેના વાલીઓએ સમાજમાં તપાસ કરતાં આ યુવાનના પરિવારના સભ્‍યો સારા નહીં હોવાની માહિતી મળતાં લગ્ન કરાવવાનો ઈન્‍કાર કરી દીધો હતો. જો કે એ યુવાને યુવતીનું બ્રેઇન વોશ કરી નાંખ્‍યું હતું અને પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી અને કોર્ટ મેરેજ કરી લીધા બાદ જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. 2022માં પોતે ગર્ભવતી થઇ હતી. ત્‍યારબાદ તેના માતા-પિતાએ ઘરે આવતા જતા થયા હતા.  

પતિ વિડીયો ઉતારી સસરાને મોકલતો

પરિણીતાએ આગળ જણાવ્‍યું હતું કે એક દિવસ મારા સસરાએ મારી પાસે આવીને કહ્યું કે તારી પ્રેગનેન્‍સીમાં શું ફેરફાર થયો છે તે મારે જોવો છે. જેને કારણે પતિએ તેના શરીરનો ઉપરાંત પેટનો વિડીયો ઉતાર્યો હતો. એટલું જ નહીં ઘણી વખત તેનો ન્યૂડ વિડીયો ઉતાર્યો હતો જે વિડીયો પતિ પોતાના પિતાને બતાવતો હતો. આ બાબત તેને ગમતી ન હોવાથી તેણે વિરોધ કર્યો હતો. પરંતુ પતિએ તેને ચુપ કરાવી દીધી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે તને હું કહું તેવા વિડીયો અને ફોટા મોકલવા પડશે નહીંતર તને મારી નાંખીશ. આ વખતે સાસુ પણ કહેતા કે તારે સસરા કહે તેમ કરવું પડશે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે તેને ડર લાગતો હતો. પરંતુ કાંઈ કરી શકી ન હતી. પતિ તેના વિડીયો ઉતારી સસરાને મોકલતો. સસરા એક વોટ્‍સએપ ગ્રુપમાં આ તમામ વિડીયો મૂકતાં હતા. એટલું જ નહીં આ વિડીયો તે તેના પતિ, સાસુ, સસરા જોતા હતા. તેણે સસરા વોટ્‍સએપ ગ્રુપમાં વિડીયો મૂકતાં હોવાથી તેનો વિરોધ કર્યો પરંતુ પતિએ કોઈ જવાબ આપ્‍યો નહતો.  

ડિલીવરી પછી ટાંકામાં રૂઝ આવી ન હોવા છતાં પતિ સેક્‍સની માંગ કરતો

પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે,   મારા સસરા અંધશ્રધ્‍ધામાં માનતાં હોય તેણે કહ્યું કે જો તારી ડિલીવરી વહેલી નહિ થાય તો તારો પતિ મરી જશે. આમ કહી સાતમા મહિને જ મારી ડિલીવરી કરાવી નાખી હતી. બાદમાં હું સંતાનને ફીડીંગ કરાવતી ત્‍યારે મારા સસરા અંદર રૂમમાં આવી જઇ મારી છાતીનો ભાગ પકડી દબાવીને ફીડીંગ બોટલમાં કાઢતાં હતાં. હું ના પાડુ અને સાસુને કહું તો તેઓ પણ રૂમમાં આવી આવુ કરતાં હતાં. પતિને વાત કરી તો તેણે પણ માતા-પિતાને સહકાર આપવા કહ્યું હતું. સિઝેરીયનથી ડિલીવરી પછી ટાંકામાં રૂઝ આવી ન હોવા છતાં પતિ સેક્‍સની માંગ કરતો અને  બળજબરી કરી ત્રાસ આપતો હતો. 

સસરાએ ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી

પતિ કહેતો કે હું તારી સાથે સેક્‍સ કરુ છું તેમાં મને સંતોષ નથી થતો, હું લગ્ન પહેલા બીજી છોકરીઓ સાથે સેક્‍સ કરવા જતો અને હાલમાં પણ જાઉ છું. ત્‍યારબાદ મારા સસરા અને પતિ મને હોટેલમાં લઇ ગયા હતાં. જ્યાં સસરાએ ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જે મને બતાવી હતી અને કહેલુ કે મારો દિકરો કોલગર્લ સાથે જે રીતે સેક્‍સ કરે તે રીતે તારે તેની સાથે ઘરે સેક્‍સ કરવાનું રહેશે. તેમ કહી સસરા બે કોલગર્લ લઇ રૂમમાં જતાં રહ્યા હતાં. એક રૂમમાં પતિએ મારી સામે  જ કોલગર્લ સામે જુદી જુદી રીતે સેક્‍સ કરી મને આ રીતે ઘરે સેક્‍સ કરવું પડશે તેવું દબાણ કર્યુ હતું. બાદમાં ઘરે જઇ પતિએ મારી સાથે ઇચ્‍છા વિરૂધ્‍ધ જુદી જુદી રીતે વારંવાર બળજબરીથી સેક્‍સ કર્યુ હતું.

ખુબ જ ઇમોશનલ બ્‍લેકમેઇલ કરતાં

મારા સસરાને ધંધામાં ભાગીદારી છુટી કરવા માટે તેના ભાગીદારને રૂપિયા આપવાના હોય મકાન વેચવુ પડે તેવી હાલત ઉભી થઇ હતી. જે શક્‍ય ન હોય જેથી એકાદ મહિના પહેલા સસરાએ મારી પાસે આવીને કહેલું કે એક ઓનલાઇન એડલ્‍ટ વેબસાઇટ છે. આ વેબસાઇટમાં આપણે તારા ન્‍યુડ વિડીયો મુકીશું તો તે વિડીયો ઓનલાઇન જોઇને લોકો આપણને ટોકન આપશે અને ટોકન સીધા બીટ કોઇનમાં કન્‍વર્ટ થઇ જશે. બીટ કોઇનમાંથી ઇન્ડિયન રૂપિયા કન્‍વર્ટ કરી તે રૂપિયા આપણા એકાઉન્‍ટમાં આવી જશે. આવુ સસરાએ કહેતાં મેં કોઇપણ આવા ન્‍યુડ વિડીયો નહિ આપુ તેમ કહેતાં તે મારી પર ગુસ્‍સે થયા અને બાદમાં ઇમોશનલ બ્‍લેકમેઇલ કરી કહેવા લાગ્યા કે તારો ચહેરો આપણે નહિ બતાવીએ તુ માસ્‍ક પહેરી લેજે. તું ફેમિલીને હેલ્‍પ કરવા માટે આટલુ તો કરી શકે ને ? તારી બોડીને કોઇ ટચ નહિ કરે. આમ મને ખુબ જ ઇમોશનલ બ્‍લેકમેઇલ કરતાં મેં હા પાડી હતી. એ પછી મારા પતિને વાત કરતાં તેણે મને કહેલું કે આમાં તને કોઇ નુકસાન નહિ થાય, તારુ મોઢુ નહિ દેખાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Embed widget