Rajkot: વધુ એક અકસ્માત, નશામાં ધૂત પોલીસકર્મીની કારે સાયકલ સવાર છોકરીને હવામાં ફંગોળી
રાજકોટમાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક કારચાલક પોલીસકર્મીએ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ગેટ પાસે સાયકલ સવાર કિશોરીને અડફેટે લઇ લીધી હતી,
Rajkot: રાજ્યમાં કાર અકસ્માતનો સિલસિલો યથાવત છે, આજે રાજકોટમાં વધુ એક મોટો અકસ્માત સામે આવ્યો છે, આ વખતે કોઇ સામાન્ય કાર ચાલકે નહીં પરંતુ ખુદ પોલીસ કર્મીએ એક છોકરીને અડફેટે લીધી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક કારચાલક પોલીસકર્મીએ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ગેટ પાસે સાયકલ સવાર કિશોરીને અડફેટે લઇ લીધી હતી, આ ઘટનામાં 17 વર્ષીય સાયકલ સવાર યુવતી કિશોરીને કારે હવામાં ફંગોળી હતી. બાદમાં અકસ્માત દરમિયાન હાજર રહેલા લોકો અને નજરે જોનારા લોકોએ સમગ્ર ઘટનામાં કહ્યું કે, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક પોલીસકર્મી નશામાં ધૂત હતો અને નશો કરીને કાર હંકારી રહ્યો હતો તેના કારણે 17 વર્ષીય કિશોરીને અડફેટે લઇ લીધી હતી, જોકે, સદનસીબે કિશોરીને મોટી જાનહાનિ થઇ ન નહતી માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. આ કારચાલકનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે. અકસ્માત બાદ ભોગ બનનાર કિશોરીના ભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી જેમાં તેને પોલીસકર્મી નશો કરેલી હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હવે સવાલ એ થાય છે કે નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તેનો બચાવ થશે ? હાલમાં તો યૂનિવર્સિટી પોલીસે આ અકસ્માત સર્જનારા પોલીસકર્મીની અટકાયત કરી છે.
વાહનચાલકો પર તવાઇ, ઓવરસ્પીડ મામલે 500થી વધુ લાયસન્સ રદ્દ કરાયા
તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, હાલમાં જ રાજ્યમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. હાલમાં જ ટ્રાફિક પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 500થી વધુ લાયસન્સને રદ્દ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ઓવરસ્પીડના મામલે અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 500થી વધુ લોકોના લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ તમામ લોકો કોઇને કોઇ ગુનામાં સંડોવાયેલા છે અને આમાં ખાસ કરીને રદ્દ કરાયેલા 1 હજાર લાયસન્સમાંથી 80 ટકા લાયસન્સ કારચાલકોના છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બદલ 50, ભયજનક રીતે વાહન હંકારવા માટે 125 લાઇસન્સને 3 થી 6 મહિના માટે રદ્દ કરાયા છે.