શોધખોળ કરો

Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ

Rajkot Payal Maternity Hospital Scam: રાજકોટની પાયલ હૉસ્પિટલ કાંડ પર હવે મોટો ખુલાસો થયો છે. આ દુશાસનકાંડ પર અનેક પ્રકારના ખુલાસા થતાં તપાસ વધુ તેજ બની છે

Rajkot Payal Maternity Hospital Scam: રાજકોટની પાયલ હૉસ્પિટલનાં સગર્ભા મહિલા દર્દીની તપાસનાં અંગત CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે હવે તપાસ તેજ બની છે. પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આરોપીઓની પુછપરછ કરાઇ રહી છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી પ્રજવલ તૈલી હોવાનો ખુલાસો થયો છે. એટલુ જ નહીં પ્રજવલ તૈલી સમગ્ર CCTVકાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજ પાટીલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો, અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાનો ખુલાસો થયો છે. 

રાજકોટની પાયલ હૉસ્પિટલ કાંડ પર હવે મોટો ખુલાસો થયો છે. આ દુશાસનકાંડ પર અનેક પ્રકારના ખુલાસા થતાં તપાસ વધુ તેજ બની છે. માહિતી પ્રમાણે, પ્રજવલ તૈલી સમગ્ર CCTVકાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજ પાટીલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો, અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાની વાત ખુલી છે. બંને આરોપીઓની પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે. ખાસ વાત છે કે, ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા આરોપીને આજે સાંજ સુધીમાં અમદાવાદ લવાશે. ચંદ્રપ્રકાશ કુંભ મેળામાં મહિલાઓના સ્નાન કરતા વીડિયો અપલોડ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ અન્ય હૉસ્પિટલ અને સંસ્થાઓના સીસીટીવી હેક કર્યાની પણ સંભાવના સેવાઇ રહી છે. 

મહત્વનું છે પાયલ હૉસ્પિટલ કાંડમાં મહિલાઓની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસની નક્કર કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. યુપીની પોલીસ કરતા ગુજરાતની પોલીસે વધુ મજબૂત કલમ સાથેનો ગુનાઓ દાખલ કર્યા છે. સાયબર ક્રાઈમ વિભાગે આરોપીઓ સામે IT-66(2) કલમ ઉમેરી છે, ગુનેગારોને જામીન ના મળે અને આજીવન કેદ થાય તેવી કલમો પણ પોલીસે દાખલ કરી દીધી છે. કુંભમાં મહિલાઓની અંગત તસવીરો વાયરલ કરવાના કેસમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુંભ મુદ્દે યુપી સરકારે દાખલ કરેલા ગુનાથી પણ વધારે મજબૂત ગુજરાતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા
સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી હતી કે, ટેલિગ્રામ પર પ્રથમ દિવસે મહિલા દર્દીની પ્રાઇવસીનો ભંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યું કે રાજકોટ પાયલ નર્સિંગ હોમનો આ વીડિયો છે. ત્યાર બાદ હોસ્પિટલનાં 3 મહિનાનાં CCTV ની તપાસ કરાઈ. ટેક્નિકલ એનાલિસિસ બાદ સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના કરીને પ્રયાગરાજ, મહારાષ્ટ્ર (Maharashtra) મોકલાઈ હતી, જ્યાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્કમાં હતા. આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.

મુખ્ય આરોપી સહિત બે માત્ર ધો. 12 ભણેલા, અન્ય એકનો PTC સુધીનો અભ્યાસ
સંયુક્ત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, પ્રજવ્લ તૈલી સમગ્ર CCTV કાંડનો મુખ્ય આરોપી છે. આરોપી પ્રજવ્લ અને રાજેન્દ્રે માત્ર ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. રાજેન્દ્ર પાટીલ સાંગલીનો છે. જ્યારે અન્ય આરોપી ચંદ્રપ્રકાશે PTC સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ, તેમની પૂછપરછ ચાલી છે. સંયુક્ત પો. કમિશનરે જણાવ્યું કે, દેશની અલગ-અલગ હોસ્પિટલનાં CCTV હેક થયાની સંભાવના છે. આરોપીને અમદાવાદ લાવી વધુ પૂછપરછ હાથ ધરાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવા હોસ્પિટલ અને ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં સેમિનાર કરવામાં આવશે.

આ પણ વાંચો

Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
Embed widget