પાસપોર્ટ પોલીસ વેરિફિકેશનના નામ પર લાંચ લેવાનો રાજકોટ પોલીસ પર આરોપ, વીડિયો થયો વાયરલ
રાજકોટ પોલીસ પર લાંચ લેવાના ગંભીર આરોપ લાગ્યા છે.
રાજકોટઃ રાજકોટ પોલીસ પર લાંચ લેવાના ગંભીર આરોપ લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, પાર્સપોર્ટમાં પોલીસ વેરિફિકેશન માટે રૂપિયાની માંગ કરતા હોવાનો પોલીસ કમિશનર ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફરિયાદી પાસેથી પોલીસના પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા મયુરભાઇ નામનો વ્યક્તિ ૧૦ હજાર રૂપિયા લે છે. ફરિયાદીને પાસપોર્ટ વેરિફિકેશન કરીને આપવાના ૨૦ હજાર રૂપિયાની માંગ કરી હતી. સાથે જ શેખર નામનો અન્ય એક વચેટિયો પણ રૂપિયાની ડિમાન્ડ કરતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. જેથી લાંચિયા કર્મચારી પર કાર્યવાહીની માંગ ઉઠી છે. જો કે હાલ તો વાયરલ વિડિયોને લઈ DCP ક્રાઈમે તપાસના આદેશ આપ્યા છે.
મહેસાણા: યુવતીનું અપહરણ કરી 10 દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર
મહેસાણા: વિજાપુરના ઉબખલ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગામના જ શખ્સે અન્ય મિત્રની મદદથી યુવતીનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને 10 દિવસ સુધી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વાલાપુરા ગામે ગોંધી રાખવામાં આવી. નદીની કોતરોમાં 10 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર અને તેને મદદ કરનાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાવળ રાજુભાઇ શંકરભાઇ અને રાવળ જીગ્નેશ ભગાભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં યુવકે કપલ બોક્સમાં કોલેજીયન છોકરી સાથે આચર્યું દુષ્કર્મ
સુરત સ્માર્ટ સીટી સુરતમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવ્યા છે. વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ આચર્યું છે. જે અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાનું કહી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીની મદદથી છટકું ગોઠવી પોલીસે નરાધમને પકડી પાડ્યો છે. યુવકે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ યુવક મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ ગયો હતો. આ યુવક રાણી તળાવનો રહેવાસી હોવાની વાત સામે આવી છે. યુવાને યુવતી સાથે ફોટો ક્લિક કરી લીધી હતા. બાદમાં દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો. આ યુવકનું નામ બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ છે. મળતી માહિતી પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં બાદશાહે યુવતીને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી હતી. ત્યાર બાદ નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો. જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.