શોધખોળ કરો

'હું અનુસુચિત જાતિની છું, અમારી સાથે કિન્નાખોરી રખાઇ રહી છે.' - રાજકોટના કૉર્પોરેટરે કૉર્પોરેશન પર કર્યા ગંભીર આક્ષેપો

રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટ મહાનગર પાલિકાના વૉર્ડ નંબર 14ના કૉર્પોરેટર ભારતી મકવાણાએ સત્તા પક્ષનો ઉઘડો લેતા ગંભીરા આક્ષેપો કર્યા છે

Rajkot Political News: રાજકોટમાં ફરી એકવાર રાજકીય વાતાવરણ ગરમાયુ છે, શહેરના એક કોર્પોરેટરે સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે, શહેરના વૉર્ડ નંબર 14ના કૉર્પોરેટરે પોતાના વિસ્તારમાં રૉડ અને રસ્તાનું કામ નથી કરાયુ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને વધુમાં ચિમકી ઉચ્ચારી છે કે, જો કામ નહીં થાય તો આગામી સોમવાર મુખ્ય સચિવનું પૂતળા દહન કરવામાં આવશે. 

અત્યારે રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટ મહાનગર પાલિકાના વૉર્ડ નંબર 14ના કૉર્પોરેટર ભારતી મકવાણાએ સત્તા પક્ષનો ઉઘડો લેતા ગંભીરા આક્ષેપો કર્યા છે. વૉર્ડ નંબર ૧૪ના કૉર્પોરેટર ભારતી મકવાણાનો આક્ષેપ હું અનુસુચિત જાતિની છું, જેથી અમારી સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. મારા વિસ્તારમાં સિમેન્ટ રૉડનું કામ ખરાબ થયું છે. મેં મ્યૂનિસિપલ કમિશનરને અવારનવાર આ અંગે રજૂઆત કરી છે તેમ છતાં રૉડ-રસ્તાના સેમ્પલ લેવામાં આવ્યા નથી. ભારતી મકવાણાએ આ અંગે ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, આ અંગે યોગ્ય તપાસ નહીં થાય તો સોમવારે મુખ્ય સચિવના પૂતળાંનુ દહન કરવામાં આવશે. મારા વિસ્તારમાં અઢી વર્ષથી વિકાસના કામો થતાં નથી. દરેક કાર્યકર્તાઓને પુછો કોઇ કામ થતા નથી. રાજકોટ મ્યૂનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર ભારતી મકવાણાના આક્ષેપો બાદ શહેરમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. 

રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ સ્ટેશનના 4 કિલો મીટર પહેલા પથ્થરમારો કર્યો હતો. C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. કોઈ મોટું નુકસાન નથી, કોઈને ઇજા પણ પહોંચી નથી.ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. ટીમો તપાસ કરે છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરી હતી. બીલેશ્વર આસપાસના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

હું અનુસુચિત જાતિની છું, અમારી સાથે કિન્નાખોરી રખાઇ રહી છે.' - રાજકોટના કૉર્પોરેટરે કૉર્પોરેશન પર કર્યા ગંભીર આક્ષેપો

વંદે ભારત ટ્રેન પર આ પહેલા પણ પથ્થરમારાની અનેક ઘટના ઘટી છે. (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું.  ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.જાન્યુઆરી 2023માં RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે, જેમાં 80 ટકા ઉત્પાદનો સ્વદેશી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget