Rajkot: ત્યાગવલ્લભ સ્વામીને રાજકોટની કોર્ટે આપ્યો ઝટકો, આગોતરા જામીનની અરજી ફગાવી
રાજકોટની આત્મીય યુનિવર્સિટીના 33.26 કરોડના કૌભાંડમાં ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યને રાજકોટની કોર્ટે ઝટકો આપ્યો છે
રાજકોટઃ રાજકોટની આત્મીય યુનિવર્સિટીના 33.26 કરોડના કૌભાંડમાં ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યને રાજકોટની કોર્ટે ઝટકો આપ્યો છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના જમીન કૌભાંડમાં કોર્ટે ત્યાગવલ્લભ સ્વામીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. ત્યાગવલ્લભ સ્વામી સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થતાં જ બધા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. છેલ્લા 15 દિવસથી આરોપીઓ ફરાર છે.
સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યની આગોતરા જામીન અરજી નામંજૂર કરતાં હવે આરોપીઓ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરશે. આ કેસમાં હજુ સુધી કોઇ પણ ધરપકડ કરવામાં આવી નથી.
સોખડાના ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. સોખડાના ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં થયેલ કરોડોના કૌભાંડ બાદ તે ફરાર થઇ ગયા છે. હાલમાં ત્યાગ વલ્લભ સ્વામી મામલે મોટો ખુલાસો થયો હતો. ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી કરી હોવાનો મોટો ખુલાસો થયો હતો. જેના જે જમીનના દસ્તાવેજ 7-12, 8-અના પુરાવા એબીપી અસ્મિતા પાસે છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી હતી. વડોદરાના આસોજ, દશરથ, મોકસી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનો ખરીદી હતી.
આ જમીનોના દસ્તાવેજમાં ત્યાગ વલ્લભ સ્વામીનું નહી પરંતુ સાધુ પ્રેમ સ્વરૂપ સ્વામીનું પણ નામ સામેલ છે. જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. દસ્તાવેજો મુજબ પ્રેમ સ્વરૂપ દાસે પણ જમીન ખરીદી હોવાનો ખુલાસો થયો હતો. અલગ અલગ દસ્તાવેજમાં પ્રેમ સ્વરૂપની સહી પણ જોવા મળી રહી છે.
ચેરિટીની કમિશનરની તપાસમાં 32.26 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ સત્સંગીઓના નામે અલગ અલગ 20 જેટલા બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. જે ખાતામાં ત્યાગ વલ્લભ સ્વામીએ બેંકના તમામ દસ્તાવેજ પોતાના પાસે રાખતા હોવાનો ખુલાસો થયો છે. 20 ખાતામાં નવ જેટલા ખાતા સાધ્વીજીના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ત્યાગ વલ્લભ સ્વામી સહિત મળતિયાઓ ફરાર થયા હતા.ચેરિટી કમિશનરની તપાસમાં ખુલાસો થયો હતો કે ટી.વી.સ્વામીએ સત્સંગીઓના નામે 20 બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આ 20 ખાતામાં 9 જેટલા ખાતા સાધ્વીજીના નામે હોવાની આશંકા છે. એટલું જ નહી આ તમામ બેન્ક એકાઉન્ટ્સના દસ્તાવેજો પણ ત્યાગ વલ્લભ સ્વામી પોતાની પાસે રાખતા હતા. નોંધનીય છે કે ત્યાગ વલ્લભ સ્વામીએ શિક્ષાપત્રી વિરૂદ્ધ વર્તન કર્યું હતું. શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે કે કોઈ સંત પોતાના નામે કે અન્યના નામે પણ મિલકત કે જમીનની ખરીદી કરી શકે નહીં.