Rupala Controversy: રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટીમેટમ, 6-7 એપ્રિલે મહાસંમેલન સાથે થશે મહાયુદ્ધ
વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા.
Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ શાંત પડવાને બદલે સતત વધી રહ્યો છે. રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો, અને મુદ્દે જ ગોંડલના શેમળામાં એક બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહ જાડેજા આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો, અને આગળ લડત આપવાનું ચાલુ રાખ્યુ છે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ફરી એકવાર આક્રોશમા આવ્યું છે, અને હવે મહાસંમેલન બોલાવવાનું નક્કી કર્યુ છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલા મામલે ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે, ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે, આ અઠવાડિયાના અંતમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે, ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે.
ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આગામી 7 કે 7 એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો થશે એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.
રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત -
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું, તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે. રૂપાલાના વિરોધ મામલે રાજકોટના નયનાબા જાડેજા, રાજદિપસિંહ વગેરે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે માત્ર ભાજપના નેતાઓ ભેગા થઈને સમાધાન કરે તે સમાધાન નથી, રૂપાલા સામે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજનો છે અને તેના ૯૦ સંગઠનોના હોદ્દેદારોએ ભેગા થઈને ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો છે. એક તરફ સમાધાનની બેઠક ચાલુ હતી બીજી તરફ ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. ૧૨- ૨૪થી પરસોતમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું છે.