શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં ફરી SOGની કાર્યવાહી, દોઢ લાખના ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ

રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ફરી એકવાર રાજકોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોલીસે હાથે લાગ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે શખ્સની પણ ધરપકડ કરી છે

Rajkot: રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ફરી એકવાર રાજકોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોલીસે હાથે લાગ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે શખ્સની પણ ધરપકડ કરી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં ડ્રગ્સ સાથે એક આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે શહેરના રાજરત્ન રેસિડેન્સી એસ આર પી કેમ્પ ઘંટેશ્વર પાસેથી મૂળ મોરબીના વિવેક નાગરે દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વિવેક નાગર પાસેથી 14.39 ગ્રામ, એટલે કે પોલીસે કુલ 143900 ડ્રગ્સ સહિત 1.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ પહેલા પણ એસઓજી પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા હતા, આમાં વધુ એક સફળતા મળી છે. 

ફરી લાખોનું ડ્રગ્સ પકડાયુ, ત્રણ શખ્સો ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દબોચ્યાં

ફરી એકવાર ડ્રગ્સના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, આ વખતે લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો દમણ પોલીસે દમણમાંથી પકડ્યો છે, આ સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. માહિતી છે કે, દમણ પોલીસે પ્રદેશમાં ચાલતા નશીલા કાળા કારોબારનો ગુપ્ત બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. દમણ પોલીસે બાતમીના આધારે 97 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તે સમયે ત્રણ આરોપીએ જે સુશિક્ષિત હોવા છતાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હતા, આ ત્રણેય આરોપીઓ લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો લઇને વેચવાની ફિરાકમાં હતા, ત્યારે જ દમણ પોલીસે દરોડા પાડીને આ ત્રણેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. હવે પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી દીધી છે. 

મોરબી -વાંકાનેર હાઇવે પરથી 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સ પકડાયો - 

મોરબી -વાંકાનેર હાઇવે પરથી SOG પોલીસની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડા પાડતા બે શખ્સનો 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માહિતી પ્રમાણે, મોરબી -વાંકાનેર હાઈવે પર આજે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ખરેખરમાં, SOG પોલીસને પહેલાથી હાઇવે પર મેફેડ્રૉન ડ્રગ્સની ખેપ મારતાં શખ્સો વિશે બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર મોરબીના પાનેલી ગામના પાટિયા નજીક વૉચ ગોઠવી હતી, પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા, આ બન્ને શખ્સો હાઇવે પર નંબર પ્લેટ વગરની બાઈકમાં ફરી રહ્યાં હતા. આ બન્ને આરોપી શખ્સનોનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ અને રજાકભાઈ આમદભાઈ ધાંચી છે, આ બન્ને આરોપીએ પાસેથી પોલીસે મેફેડ્રૉન ડ્રગ્સનો ૬૪.૨૦ ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ૬,૪૨,૦૦૦ છે, આ ઉપરાંત તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન અને ૪૪૬૦ રૂપિયા રોકડા સહિત હોન્ડા બાઇકને કબજે કર્યુ હતુ. મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરીના કેસમાં આ આરોપીઓ પાસેથી આરોપી જુનેદભાઈ હનીફભાઈ પરમારનું નામ પણ ખુલ્યુ હતુ, પોલીસે આ પછી તમામ કડીઓને તપાસને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં સાજીદે ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક પાસેથી મેળવ્યો હતો, તો રજાકે આરોપી જુનેદ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની પકડાયેલા આરોપી સાજીદ અને રજાકે કબુલાત કરી હતી. 

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget