શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં ખળભળાટ મચાવનારો સ્ટોન કિલર હત્યાના બે કેસમાં નિર્દોષ છૂટી ગયો, જાણો શું છે કારણ ?

વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે.

Rajkot Stone Killer News: રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ બે કેસમાં નિર્દોષ છોડ્યો છે.  ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી  કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે.

જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેષ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.

આરોપી હિતેષ ઉપર એક વર્ષમાં ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા. 2016માં સ્ટોન કિલરનો કેસ ખૂબ ચગ્યો હતો. રાજકોટમાં ઉપરાછાપરી સ્ટોન કિલિંગની ઘટના આવતાં લોકોમાં તે સમયે ડરનો માહોલ છવાયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટે અપૂરતા પુરાવાના આધારે તેને નિર્દોષ જાહેર કર્યો છે.

ફરિયાદ પક્ષે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા કે આરોપી પીડિતના મોબાઈલ ફોનનો ઉપયોગ તેનું સિમકાર્ડ નાખીને કરતો હતો. તેણે પીડિતની બેંકને તેના એટીએમ કાર્ડ માટે નવો પાસવર્ડ મેળવવા માટે ફોન કર્યો હતો. ફરિયાદ પક્ષે ફોરેન્સિક રિપોર્ટ સાથે બેંકનું વૉઇસ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસે જામનગરમાં રામાવતના ભાડાના મકાનમાંથી મોટા પથ્થરો પણ મેળવ્યા હતા જ્યાં તે લોકોને પથ્થર મારવાની પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા સરકારના વકીલ સંજય વોરાએ જણાવ્યું હતું કે કોર્ટે રામાવતને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યો છે, પરંતુ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ વધુ વિગતો જાણી શકીશું. અમે આ આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Embed widget