રાજકોટ: RK ગ્રુપ પર ઈન્કમ ટેક્ષ વિભાગનો મોટાભાગનો સર્વે પૂર્ણ, જાણો કેટલા કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા ?
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટ(Rajkot)ના RK ગ્રુપ (RK Group)પર દરોડા પાડ્યા છે. આજે દરોડાનો ચોથો દિવસ છે. હાલ ચાર દિવસ બાદ RK બિલ્ડર ગ્રુપની ઓફિસ અને રહેણાક સિવાય મોટા ભાગે તપાસ પૂર્ણ થઈ છે.
રાજકોટ: ઇન્કમટેક્સ વિભાગ(Income Tax Department) દ્વારા રાજકોટ(Rajkot)ના RK ગ્રુપ (RK Group)પર દરોડા પાડ્યા છે. આજે દરોડાનો ચોથો દિવસ છે. હાલ ચાર દિવસ બાદ RK બિલ્ડર ગ્રુપની ઓફિસ અને રહેણાક સિવાય મોટા ભાગે તપાસ પૂર્ણ થઈ છે. રાજકોટમાં આર.કે (RK Group)બિલ્ડર ગ્રુપની ઑફિસ અને રહેણાંક સિવાય મોટાભાગની તપાસ પૂર્ણ થઈ છે. માહિતી પ્રમાણે આયકર વિભાગને 300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે. આવકવેરા વિભાગે કોથળા ભરીને સાહિત્ય કબ્જે કર્યું છે તથા અનેક બેંકના ખાતા સીઝ કરવામાં આવ્યા છે. વર્ષો બાદ આવકવેરા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે.
જ્યાં હવે તબક્કાવાર બેંકના ખાતાના તપાસ હાથ ધરાશે. આ ઉપરાંત સોનાના ઘરેણાં, બાંધકામ હેઠળની બિલ્ડીંગ,મિલકતોની વેલ્યુએશન પણ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે ઇન્કમ ટેક્સ વિભાગ કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પાડવામાં આવશે. જેમાં કરચોરીનો આંકડો પણ મોટો હોવાની શક્યતા સેવાઈ રહી છે.
ITનો સૌરાષ્ટ્રમાં આ સૌથી મોટો દરોડો ગણવામાં આવી રહ્યો છે. હાલ ચાલી રહેલા સર્ચ-ઓપરેશનની તમામ વિગતો અમદાવાદ સ્થિત DGITને અપાઇ છે. ટૂંક સમયમાં DGITને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે, એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કેટલા રૂપિયાની ટેક્સચોરી ઝડપાઇ, કેટલી ગોલ્ડ જ્વેલરી, કેટલાં બેન્ક-લોકર હાથમાં આવ્યાં એ સહિતની તમામ માહિતી બહાર આવશે. થોકબંધ દસ્તાવેજ, કરોડોની રોકડ તથા જ્વેલરી જપ્ત કરી લેવામાં આવ્યાં છે. બેંક ખાતાં તથા લોકરો સીલ કરી દેવાયાં છે, એ આવતા સપ્તાહથી તબક્કાવાર ખોલવામાં આવશે.
રાજકોટમાં મોટા ગજાના બિલ્ડર આર.કે. ગ્રુપ તથા તેમના કનેક્શન ધરાવતા બિલ્ડરોનાં 45 સ્થળે હાથ ધરાયેલું મેગા દરોડા-ઓપરેશન આજે સતત ચોથા દિવસે ચાલુ રહ્યું હતું. છેલ્લા બે દિવસમાં કરોડોના બેનામી હિસાબો મળી આવ્યા છે, સાથોસાથ ઈન્કમટેક્સને બિનહિસાબી તથા અંડરવેલ્યુએશન ધરાવતા દસ્તાવેજો, સાહિત્યનો ભંડાર હાથ લાગ્યો છે. બેથી ત્રણ જગ્યાનો ઉપયોગ કાળા-ધોળાના વ્યવહારો કરવા તથા એને લગતા સાહિત્ય સાચવવા માટે જ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એમાં તપાસનીશ અધિકારીઓ પણ મોઢામાં આંગળાં નાખી ગયા છે.
આર.કે. ગ્રુપ ફાઇનાન્સના વ્યવસાય સાથે પણ જોડાયેલું છે. દાણાપીઠમાં તેમની આર.કે. ફાઇનાન્સ નામની પેઢી કાર્યરત છે, જ્યાં અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ થાય છે. તો આર.કે. ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. આ સાથે કુવાડવા રોડ પર 1થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રિયલ ઝોન તથા અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે.