શોધખોળ કરો
Rajkot: 16 વર્ષની છોકરીને ધમકી આપીને ગામના યુવકે બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર માણ્યું શરીર સુખ, કઈ રીતે ફૂટ્યો ભાંડો ?
આ અત્યાચાર, ધાક ધમકી અને શારીરિક શોષણને કારણે સગીરા ગુમસુમ રહેતી હતી. દરમિયાનમાં તેને પેટનો દુઃખાવો ઉપડ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)
ગોંડલઃ ગોંડલ પાસેના ગામમાં 16 વર્ષની કિશોરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આઠ માસ પહેલાં ગામના સાહિલ કરીમભાઈ મલેક સિપાઈએ શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે વારંવાર કિશોરી સાથે શરીર સુખ માણતાં છોકરી સગર્ભા થઈ ગઈ હતી. આ અત્યાચાર, ધાક ધમકી અને શારીરિક શોષણને કારણે સગીરા ગુમસુમ રહેતી હતી. દરમિયાનમાં તેને પેટનો દુઃખાવો ઉપડ્યો હતો. આ દુઃખાવો અસહ્ય બનતાં તેની માતા તેને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી. હોસ્પિટલના તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા પરિવાર આઘાત પામી ગયો હતો. સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓના પગ તળેની જમીન ખસી ગઈ હતી. આ છોકરીને તાત્કાલિક સરકારી હોસ્પિટલે લઈ જઈને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સીપીઆઈ કે. એન. રામાનુજ અને એ.એસ.આઇ કુંદનભાઈ મકવાણાએ આરોપી સાહિલ સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સાહિલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કાર ખરીદવાના હો તો જાણી લો આ મોટા સમાચાર, મોદી સરકારે શું કરી દીધું છે ફરજિયાત ? ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતશે તો કેટલું મળશે ઈનામ? આંકડો જાણીને ચોંકી જશો
વધુ વાંચો





















