અંધશ્રદ્ધાની હદ, 10 માસની બાળકીને શરદી-ઉધરસ મટાડવા આપ્યા પેટે ડામ, હાલત થઇ ગઇ ગંભીર
રાજકોટમાં અંધશ્રદ્ધાની ચરમસીમા વટાવતા આ કિસ્સાથી ચકચાર મચી ગઇ છે. અહીં એક 10 માસની બાળકીને શરદી-ઉધરસ થઇ ગઇ હતી, આ બાળકીનું નામ કોમલ સુરેલા છે
Rajkot: રાજ્યમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે, રાજકોટમાં એક નાની બાળકીને શરદી-ઉધરસ થઇ જતા, તેને માતાજીના મંદિરે લઇ જઇને ગરમ સોઇથી ડામ આપવામાં આવ્યા હતા, જોકે તાવ મટવાની જગ્યાએ બાળકીની હાલત વધુ ગંભીર બની જતા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં અંધશ્રદ્ધાની ચરમસીમા વટાવતા આ કિસ્સાથી ચકચાર મચી ગઇ છે. અહીં એક 10 માસની બાળકીને શરદી-ઉધરસ થઇ ગઇ હતી, આ બાળકીનું નામ કોમલ સુરેલા છે, રાજકોટની આ બાળકીને સુરેન્દ્રનગરના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરમાં લઇ જવામાં આવી હતી, અહીં શકરીમા નામની મહિલાએ માતાજીના નામે 10 માસની બાળકીને ગરમ સોઇ કરીને પેટના ભાગે એક પછી એક ડામ આપ્યા હતા. બાળકીને ડામ આપવાથી શરદી-ઉધરસ મટી ન હતી પરંતુ બાદમાં તેની હાલત વધુ ગંભીર થઇ ગઇ હતી. બાળકીની હાલત ગંભીર થઇ જતા બાદમાં તેને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, અહીં હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. શરદી-ઉધરસ મટાડવાના નામે અંધશ્રદ્ધાના આ ખેલથી લોકોમાં ગુસ્સો ફેલાયો છે.
મૃત્યુ પામેલી પત્ની શરીરમાં આવી છે કહી પતિ ધુણતો ને બીજી પત્નીનું ગળું દબાવતો, પછી......
રાજકોટ શહેરમાં અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે. મૃત્યુ પામેલ પત્ની શરીરમાં આવી છે કહી ને ધુણતા પતિના ત્રાસથી નવી પત્નીએ આપઘાત કર્યો હતો. ઘૂણતો પતિ નવી પત્નીનું ઘણી વખત ગળું દબાવી દેતો હતો, જેને લઈ મહિલાએ પિતાને આખી વાત કહી હતી. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા જયરામ પાર્ક માં રહેતા પતિ લક્ષ્મણ નરસિંહ કોળી વિરુદ્ધ આઈપીસી 306 મુજબ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
શું છે મામલો
રાજકોટમાં કોઠારીયા ગામમાં રહેતી પરિણીતાએ પાંચ દિસ પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવામાં પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દિકરીના પતિમાં પ્રથમ પત્ની આવતી હતી અને તે ધૂણવા લાગતો હતો. ઉપરાંત માર મારતો અને ત્રાસ આપતો. જેથી કંટાળી મરવા મજબૂર બની હતી.
કોઠારિયા રોડ પર જયરામ પાર્કમાં તુલસીપત્ર નિવાસમાં રહેતી પરિણીતા જલ્પા કોળીએ પાંચ દિવસ પહેલા ઘંઉમાં નાંખવાની ઝેરી ટિકડા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના પિતા ભગવાનજીભાઈ પોપટભાઈ બગથરિયાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું, મારે સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. મોટી દિકરીના લગન સુરત ખાતે 17 વર્ષ પહેલા ગોપાલભાઈ બુધેલીયા સાથે થયા હતા. તેના થકી બે સંતાન છે. અણબનાવ થતાં છુટાછેડા લીધા બાદ દિકરી પિયર રહેતી હતી. આજથી છ મહિના પહેલા દિકરીએ રાજકોટ કોઠારિયા રોડ પર જયરામ પાર્કમાં રહેતા લક્ષ્મણ સાથે અમારી ઘરે તેના તથા અમારા સભ્યોની હાજરીમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા. લક્ષ્મણના પણ અગાઉ લગ્ન થયા હતા અને તેની પ્રથમ પત્ની ગુજરી ગઈ હતી. તેને આગલા ઘરના બે પુત્રો છે. મારી દિકરી તેના બંને પુત્રોને સાચવતી હતી.