શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ કોન્ટ્રાક્ટરે બ્યુટી પાર્લરનો કોર્સ કરતી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને બનાવી દીધી સગર્ભા ને....
પોલીસના પાસેથી મળતી વિગતો મુજબ પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્સ કરતી હતી.
રાજકોટઃ રાજકોટમાં બે સંતાનોના પિતા કોન્ટ્રાક્ટરે હોસ્ટેલમાં રહી બ્યુટી પાર્લરનો કોર્સ કરતી ઢસાની યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધીને સગર્ભા બનાવી દીધી હોવાની ફરિયાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસના પાસેથી મળતી વિગતો મુજબ પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્સ કરતી હતી. કલાસમાં જતી વખતે કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ નામના બે સંતાનના પિતાનો ફેબ્રુઆરી, 2019માં સંપર્ક થયો હતો. બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને વાતચીત શરૂ કરી હતી. એક માસમાં ગાઢ પરિચય કેળવાતાં મળવા લાગ્યા હતા. એક માસ બાદ વિજય યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો. યુવતીની ના છતાં લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું.
જીપકે એ પછી ત્રિકોણબાગ નજીકની હોટલ તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્નનું વચન આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારતાં જાન્યુઆરી માસમાં યુવતી સગર્ભા બની હતી. દિપકને વાત કરતાં તેણે થોડા સમયમાં લગ્ન કરી લેશું કહીં વાત ટાળી હતી અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો.
યુવતીએ ગમે તે રીતે નંબર મેળવીને દિપકને વારેવારે મેસેજ કર્યા કરતી હતી પણ દીપક જવાબ નહોતો આપતો. બે માસ પહેલા જસદણમાં રોજ યુવતીની સોનોગ્રાફી કરાવાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. એ વખતે યુવતી દીપકને મળવા પહોંચી જતાં તેણે હવે થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાનું વચન આપ્યું હતું. યુવતી સગર્ભા હોવાની પરિવારજનોને જાણ થતા પરિવારે ત્યજી દીધી હતી અને યુવતી એકલી રહેતી હતી.
વધુ બે માસ રાહ જોવા છતાં દિપકે હાથ નહીં પકડતા યુવતીને દિપક સાથે ઝગડો થયો હતો અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. અંતે આઠ માસની ગર્ભવતી યુવતીએ એ ડિવીઝન પોલીસમથકે ગતરાત્રે ગુનો નોંધાવ્યો હતો. આરોપી દિપક એક પુત્ર, પુત્રીનો પિતા છે. પી.આઈ. સી.જે. જોષીના કહેવા મુજબ આરોપીને પકડવા ઘરે તલાશી લેવાઈ હતી પરંતુ હાથ લાગ્યો નથી. ઘરે ઢોર રાખીને દૂધનો વ્યવસાય અને છુટક બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement