શોધખોળ કરો

આશ્ચર્યમ.... પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર, પોલીસ કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગઇ ને ચોર ભાગી ગયો......

રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી જે ચોર ફરાર થઇ ગયો છે, તે લોકોના ઘરમાંથી મોબાઇલ અને રોકડની ચોરીના કેસમાં આરોપી હતી,

Rajkot: રાજકોટમાંથી ચોરી કસ્ટડીમાંથી ફરાર થયાના ઘટના ઘટી છે, પોલીસ આરોપીને કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગઇ હતી, આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર થયાની વાતથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી જે ચોર ફરાર થઇ ગયો છે, તે લોકોના ઘરમાંથી મોબાઇલ અને રોકડની ચોરીના કેસમાં આરોપી હતી, અને પોલીસની પકડમાં હતો, પરંતુ જ્યારે તેને કોરોના ટેસ્ટ કરવા ગયા ત્યારે તે સમયે ફરાર થઈ ગયો હતો. આરોપીને લોકઅપમાંથી બહાર કાઢતા આરોપી પહેલા માળેથી ત્રીજા માળે જઈ અને ત્રીજા માળેથી પાઇપના સહારે નીચે કૂદકો મારીને ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, આરોપી ત્રિકોણબાગ સુધી ગયો હોવાના સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, આરોપી મૂકબધીર હોવાનો ઢોંગ કરતો હતો, પરંતુ પોલીસે પુછપરછ કરતા પોપટની જેમ બોલવા લાગ્યો હતો.

Rajkot: બાબા બાગેશ્વરને લઈને ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, જાણો ક્યા નેતાએ શું નિવેદન આપ્યું

રાજકોટ: ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ તે પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે. જો કે, હવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કોંગ્રેસમાં બે ફાંટા સામે આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસના નેતા ડો હેમાંગ વસાવડાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના કેટલાક નેતા તેના સમર્થનમાં છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે.

 રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓમાં બાબા બાગેશ્વરને લઈને ફાંટા જોવા મળી રહ્યા છે.  રાજકોટ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુતનું સનસંનીખેજ નિવેદન, આ તો ભાજપના બાબા છે. મહેશ રાજપૂતે કહ્યું, બાબા વાઘેશ્વર સંત નથી બાબા છે. મોટાભાગના પોસ્ટરોમાં ભાજપના જ નેતાઓના ફોટા છે. બાબા રામદેવ ચાલી શકે તેમ નથી એટલે નવા બાબા આવ્યા છે માર્કેટમાં. કોઈ સંત ચમત્કાર ન કરી શકે. ગઈકાલે મોરારીબાપુ એ પણ કહ્યું હું આને નથી ઓળખતો. સુરતના પોસ્ટરોમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને મહેશ રાજપૂતે વ્યક્તિગત ગણાવ્યું છે.

શું કહ્યું હેમાંગ વસાવડાએ

તો હેમાંગ વસાવડાએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્યદરબારમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભાજપનો પ્રચાર કર્યો હોઈ તેવું મારા ધ્યાને નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક છે અને ધર્મપ્રચારક છે. રાજકોટ ખાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ સોશિયલ મીડિયામાં સમર્થકો  એક્ટિવ થયા છે. વોટ્સેપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના  સોશિયલ મીડિયામાં સમર્થકો પોસ્ટ કરી રહ્યા છે. " I SUPPORT BAGESHWAR DHAM SARKAR " ના લખાણ મૂકવામાં આવ્યા છે.

બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસ પર  આવવાના છે. આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.    બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ અંગે મોરારીબાપુએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે મોરારીબાપુએ કહ્યું, હું સંવાદનો માણસ છું.  હું વિવાદમાં કોઈ કોમેન્ટ કરતો નથી.  મે છાપામાં વાચ્યું છે કે, હનુમાન કથા કરવા આવે છે એટલું જ જાણું છું. 

મોરારીબાપુએ આ અંગે વધુમાં કહ્યું કે,  હું સંવાદનો ગ્રંથ લઈ જગતમાં સંવાદની વાત કરું છું, વિવાદ બાબતે હું કંઈ ના કહી શકું. હું સંવાદને સ્વીકારું છું.  સૌ પોત પોતાની રીતે કરે છે, હું વ્યાસપીઠ પરથી કરું છું.  ચમત્કાર મારો વિષય નથી.  હું હરિનામ લઉ છું અને હરિ નામ લેવડાવું છું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget