શોધખોળ કરો
Rajkot: કોંગ્રેસના ક્યા ઉમેદવારનું ફોર્મ ત્રણ દીકરા હોવાના કારણે થયું રદ ? બીજા ક્યા ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું ?
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનાં ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે.

રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનાં ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસના બે ઉમેદવારનાં ફોર્મ રદ્દ થતાં કોંગ્રેસની સ્થિતી કફોડી થઈ છે. આ બે ઉમેદવારોમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળ તથા વોર્ડ નંબર 4ના ઉમેદવાર નારણભાઇ સવસેતાનો સમાવેશ થાય છે. આ પૈકી વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ સાવસેતાનું ફોર્મ બે કરતાં વધારે બાળકો હોવાથી રદ થયું છે. સાવસેતા નારણભાઇને ત્રણ પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડમી ઉમેદવાર રામભાઇ ઝીલરીયા હવે ચૂંટણી લડશે.
વધુ વાંચો





















