Rajkot: શું રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણીની ટિકિટ કપાશે? કાર્યકરોએ આ નેતા માટે શરૂ કર્યું લોબિંગ
રાજકોટ ભાજપમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે
રાજકોટઃ રાજકોટ ભાજપમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડાવવા પોતપોતાના જૂથનું લોબિંગ શરૂ થયું છે. વિજય રૂપાણીની બેઠક માટે કાર્યકરોએ નીતિન ભારદ્વાજનું નામ સૂચવ્યું છે. જો કે તાજેતરમાં જ નીતિન ભારદ્વાજને હાઈકમાન્ડે સુરેંદ્રનગરના પ્રભારીમાંથી પડતા મૂક્યા હતા. આ પહેલા પાટીદાર અગ્રણીઓએ કહ્યું હતું કે જો વિજય રૂપાણી ચૂંટણી ન લડે તો આ બેઠકમાં પાટીદારને ટીકીટ આપવામાં આવે. તો બીજી તરફ કાર્યકરોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં નીતિન ભારદ્વાજને ટિકિટ માટે લોબિંગ કર્યું હતું. રાષ્ટ્રીય સંગઠન મંત્રીના આગમન સમયે જ લોબિંગથી અનેક ચર્ચાઓ ઉઠી છે.
દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 531 નવા કેસ નોંધાયા છે અને 36 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 2008નો ઘટાડો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 97 હજાર 648 થઈ ગઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 29 હજાર 944 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 368 થઈ ગયો છે.
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા