રાજકોટઃ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ યુવતીએ કરી આત્મહત્યા, જાણો વિગત
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઇને યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
રાજકોટઃ રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં યુવતીએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઇને યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
પ્રાથમિક જાણકારી અનુસાર, 326 હેઠળ ગુનામા એક યુવકની ધડપકડ કરવામાં આવી હતી. યુવક સાથે આપઘાત કરનાર યુવતીના સંબંધો હતા જેના કારણે યુવતીને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ત્યારે આજે સવારે યુવતીએ ફ્રેશ થવાના બહાને બાથરૂમમાં જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીનું નામ નયનાબેન હોવાની માહિતી મળી છે. જો કે હાલ તો DCP સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
DCP ઝોન 1 પ્રવીણ કુમાર મીણાએ જણાવ્યું હતું કે મુકેશ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. રવિ નામનો વ્યક્તિ મુકેશને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુકેશ પૂછપરછમાં કાંઈ બોલતો ન હોવાના કારણે પોલીસે આપઘાત કરનાર યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પૂછપરછ બાદ યુવતીએ ઘરે જવાની ના પાડી હતી. યુવતીએ ઘરે જવાની ના પાડતા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. યુવતીને ડર હતો કે તેનો પતિ તેને માર મારશે એટલે મહિલા પોલીસ સ્ટેશનમાં જ રાત્રી દરમિયાન રેસ્ટ કર્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ છે.
Health tips: જિમ વિના જ વજન ઉતારવા માંગો છો તો આ આદતને આપના રૂટીનમાં કરો સામેલ
PM મોદીના અંગત સચિવ બન્યા વિવેક કુમાર, જાણો તેમના વિશે બધું જ
પ્રેમલગ્નનો કરૂણ અંજામ : બહેનના દિયર સાથે લગ્ન કરી ફંસાઈ યુવતી, લગ્નના બીજા જ દિવસે પતિ ભાગી ગયો