શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ભાજપના નેતા અભય ભારદ્વાજની તબિયતને લઈને તેમના ભાઈએ આપી મોટી જાણકારી, કેમ ચેન્નઈ લઈ જવાશે?
હાલમાં ઓક્સીજન સુધારા પર ન હોવાથી વધુ સારવાર માટે ચેન્નઈની લઈ જવામાં આવશે. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાનું તેમના ભાઇ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર પછી ફેફસાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની તબિયતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્રાજને વધુ સારવાર માટે ચેન્નઇ લઇ જવાશે. આજે ચાર્ટડ પ્લેનમાં ચેન્નઇ લઇ જવાશે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે સારવાર કરાશે.
સાંસદ અભયભાઈ ભારદ્વાજના બાઈ નીતિનભાઈએ મીડિયાને માહિતી આપી હતી કે, હાલમાં ઓક્સીજન સુધારા પર ન હોવાથી વધુ સારવાર માટે ચેન્નઈની લઈ જવામાં આવશે. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાનું તેમના ભાઇ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. જરૂર જણાય તો ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની પણ તૈયારી દાખવવામાં આવી છે. 40 દિવસની સારવાર બાદ આજે તેઓને ચેન્નઇ લઇ જવામાં આવશે. ચાર્ટડ પ્લેન મારફત ચેન્નઇ લઇ જવામાં આવશે. તેમની સાથે પુત્ર અંશ અને ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પણ સાથે જશે. મુંબઈના ડો.ઓઝા સહીત 3 તબીબો પણ સાથે જશે.
વધુ સારવાર માટે ચેન્નાઇ MGM હોસ્પિટલ ખાતે લઈ જવાઇ રહ્યાં છે. વિખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન તેમની સારવાર કરશે. તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડૉ. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion