શોધખોળ કરો

Rajkot : ભાજપના નેતાએ ચપટી વગાડીને રેશ્મા પટેલને કહ્યું, 'એય, તું હાલતી થા.....', પછી શું થયું?

બબાલ ન અટકતા પોલીસ બોબાવવી પડી હતી. મહિલા પોલીસ એનસીપીના નેતા રેશ્મા પટેલને હાથ પકડીને બહાર લઈ ગઈ હતી.

રાજકોટ: આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી 6 કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ ભાજપના ઉમેદવારો આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, રાજકોટમાં ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ઉદય કાનગડે બબાલ થતાં રેશ્મા પટેલને 'એય, તું હાલતી થા.....' એમ કહ્યું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બબાલ ન અટકતા પોલીસ બોબાવવી પડી હતી. મહિલા પોલીસ એનસીપીના નેતા રેશ્મા પટેલને હાથ પકડીને બહાર લઈ ગઈ હતી. રેશ્મા પટેલે આ અંગે આક્ષેપ લગાવ્યો હતો કે, હું મારી પાર્ટીની અધિકૃત વ્યક્તિ છું. મારે મેન્ડેટને લઈને અધિકારી સાથે બે મિનિટ વાત કરવી હતી. એમણે મારા કેન્ડિડેટને બહાર મોકલ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ફોર્મ ભરાવા દેવામાં આવે છે. એનસીપી વિરોધપક્ષ છે, તો એને સત્તાપક્ષ દ્વારા થતી ગુંડાશાહી સહન કરવાની. તેમણે ભાજપના નેતાએ તેમને તુંકારો આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ સત્તાનો દૂરુપયોગ કરી મને ધક્કામૂકી કરીને બહાર ખસેડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા. ભાજપના નેતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે, એક પ્રોસિઝર હોય છે કે, ચાર ઉમેદવાર અને ચાર ટેકેદાર એમની જ્યારે પ્રોસિઝર હાલતી હોય ત્યારે બીજા કોઈ લોકોએ વચ્ચે આવી અને જે કંઇ પ્રક્રિયા ચાલતી હોય એમાં ડિસ્ટર્બ ન કરવું જોઇએ. રેશ્માબેન પટેલ એની પોતાની આદત પ્રમાણે સાત-આઠ લોકોને લઈ સીધા અંદર ઘૂસી ગયા અને મેન્ડેટને લઈ અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા. એટલે અમે કીધું કે, અત્યારે અમારી જે કંઈ પ્રોસિઝર ચાલું છે કારણ કે મેન્ડેટ તો સાંજે આપતા હોય છે અત્યારે ફોર્મ ભરવાની પ્રોસિઝર ચાલે છે, તો એમાં તમે ડિસ્ટર્બ ન કરો. એમણે એની આદત પ્રમાણે મીડિયાને જોઇ અને રાજકોટમાં પોતાની હાજરી પુરાવા, એની આ આદત રહી છે. ખોટા આવા નાટક કરી, ત્રાટક કરી અને લાઇમ લાઇટમાં રહેવા માટેના આ હવાતિયા છે. બીજું કાંઇ નથી. અહીં એનસીપીનું કોઈ અસ્તિત્વ નથી. લોકશાહીમાં એને પણ અધિકાર છે, પણ પ્રોસિઝર ચાલતી હોય ત્યારે વચ્ચે ડિસ્ટર્બ કરી અધિકારીઓને દબાવી, દાદાગીરી કરી અને મીડિયા સામે હોય ત્યારે એને માતાજી આવતા હોય તેમ ધૂણવા મંડે અને આવા ખોટા ત્રાટક કરીને લાઇમ લાઇટમાં રહેવાના પ્રયાસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget