શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ, મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત હોદ્દેદારોના રાજીનામાં

રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.  મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ હોદ્દેદારોના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે.  

રાજકોટ:  રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ  મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.   રાજકોટ શહેર ભાજપમાં બે જૂથ વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે. રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળવા પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વન-ટૂ-વન તમામ લોકોને સાંભળ્યા હતા.  ત્યારબાદ આજે રાજકોટ કમલમ કાર્યાલયે શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી.  

આ બેઠકમાં જ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 15 સભ્યોને રાજીનામા આપી દેવાનું ફરમાન કરાયું. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોની વરણી હજુ તો બે વર્ષ પહેલાં જ થઈ હતી. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે પરંતુ અંદરો-અંદરની લડાઈના કારણે પ્રદેશ કક્ષાએથી આદેશ છૂટતાં ચેરમેન સહિત તમામ હોદ્દેદારોને રાજીનામા આપી દેવા પડ્યા છે.  

Gujarat: દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.    હવામાન વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં  માવઠું પડશે. હવામાન વિભાગના  સુરત, વલસાડ, નવસારી, તાપી,  ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. 

હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે. આથી તેનાથી દૂર રહેવું. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું  બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.  સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.  ઝાડ નીચે ઉભા ન રહેવું.  વીજ ઉપકરણોથી દૂર રહેવું. 

દક્ષિણ ગુજરાતમાં તો માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે.  પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  મંગળવારે અમદાવાદ,  અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે.  હજુ પણ અમદાવાદમાં ગરમી વધે  તેવી આગાહી કરાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
Embed widget