શોધખોળ કરો
Advertisement
સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા, હજારો ભક્તો શોકમાં ગરકાવ
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા.
અમદાવાદઃ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સત્તાધારના સંત જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા હતા, સોમવારે મોડી સાંજે તેમનું નિધન થયું હતું. તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. અને નાદુરસ્ત તબિયતને કારણે તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે જ સીએમ રૂપાણી તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. સતાધારના પૂર્વ સંત જીવરાજ બાપુનુ નિધન થતા હજારો લાખો ભક્તો અને સાધુ સંતોમાં ઘોરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જીવરાજ બાપુની મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. જીવરાજ બાપુના નિધન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.
તમને જણાવી ધઈએ કે, સૌરાષ્ટ્રમાં મોટા સંતોમાં જીવરાજ બાપુ ગણવામાં આવે છે. મહંત જીવરાજ બાપુનાં નિધનનાં સમાચાર મળતાં તેમનાં સેવકો મોટી સંખ્યામાં રાત્રિથીજ સતાધાર આવી ગયા હતા. તેમને કવચિત્ આવતીકાલે બપોરે બાદ આપાગીગાની જગ્યામાં જ સમાધિ આપવામાં આવે એવી શક્યતા છે. એમ જૂનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું. જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. અને નાની વયથીજ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion