સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર, મોરબીમાં આવતીકાલથી ઘડિયાળ બનાવતાં યુનિટો કઈ તારીખ સુધી રહેશે બંધ, જાણો વિગત
ઘરોની નમુનેદાર બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઇસ્ટ તરીકે જાણીતા મોરબીમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આ દરમિયાન શહેરમાં ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આવતીકાલથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે.
મોરબીઃ ઘરોની નમુનેદાર બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઇસ્ટ (Paris of the Ease) તરીકે જાણીતા મોરબીમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આ દરમિયાન શહેરમાં ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આવતીકાલથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) રાખવાનો નિર્ણય કર્યો છે. 100 જેટલા યુનિટો મોરબીમાં કાર્યરત છે.
ક્લોક & ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કોરોના ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક અઠવાડિક બંધ રાખવાનો નિણર્ય કરાયો છે. જે મુજબ 100 જેટલા યુનિટો 19/04/2021થી રવિવાર તારીખ- 25/04/2021 સુધી સ્વૈચ્છિક બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં સોમવારથી ‘હાફ લોકડાઉન’, શનિ-રવિ પણ તમામ બજારો રહેશે બંધ
દેશમાં કોરોનાની ખતરનાક સ્થિતિ, પ્રથમ વખત મોતનો આંકડો 1500ને પાર, સતત ચોથા દિવસે બે લાખથી વધુ કેસ
ભાજપવાળા સીએમ બદલવાનું બહાનું શોધી રહ્યા છે, ગુજરાતના કયા ટોચના નેતાએ કરી આ કોમેન્ટ