શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં વકરી રહ્યો છે કોરોના, એક પણ જિલ્લામાં એક્ટિવ કેસો 50થી ઓછા નહીં, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ
સૌરાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજકોટની છે. રાજકોટમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1571 છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 50થી વધુ છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 4177 થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજકોટની છે. રાજકોટમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1571 છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 50થી વધુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટને બાદ કરતાં પાંચ જિલ્લામાં તો 300થી વધુ કેસો છે. જેમાં જામનગરમાં 376, ભાવનગરમાં 371, અમરેલીમાં 350, કચ્છમાં 332, સુરેન્દ્રનગરમાં 318 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 3 જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો છે. જેમાં જૂનાગઢમાં 258, મોરબીમાં 242, ગીર સોમનાથમાં 129 એક્ટિવ કેસો છે. આ સિવાય બોટાદમાં 99, દેવભૂમિ દ્વારકામાં 75 અને પોરબંદરમાં 56 એક્ટિવ કેસો છે.
District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
Amreli | 350 | 24509 | 644 | 9496 | 13 |
Bhavnagar | 371 | 47477 | 1897 | 4801 | 39 |
Botad | 99 | 11769 | 321 | 161 | 5 |
Devbhoomi Dwarka | 75 | 12942 | 74 | 32 | 4 |
Gir Somnath | 129 | 16811 | 658 | 4560 | 9 |
Jamnagar | 376 | 42418 | 1355 | 5359 | 24 |
Junagadh | 258 | 37406 | 1195 | 7570 | 24 |
Kutch | 332 | 25148 | 697 | 4731 | 28 |
Morbi | 242 | 16053 | 467 | 474 | 13 |
Porbandar | 56 | 11852 | 185 | 1265 | 4 |
Rajkot | 1571 | 63902 | 2108 | 7275 | 74 |
Surendranagar | 318 | 27268 | 758 | 4640 | 8 |
Total | 4177 | 337555 | 10359 | 50364 | 245 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion