પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોટી કાર્યવાહી, આ પરીક્ષા કેન્દ્ર કર્યું રદ
પોલીસના જણાવ્યા અનુસાર વ્હોટ્સએપ ગ્રુપમાં આલેશ ચોવટિયા નામના વિદ્યાર્થીએ પેપર અપલોડ કર્યું હતું.
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડમાં અમરેલીના બાબરાની સરદાર પટેલ લો કોલેજનું પરીક્ષા કેંદ્ર તાત્કાલિક રદ કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-3નું પેપર લીક થયાના આરોપ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમા અત્યાર સુધીમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો આજે યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ બાબરાનું સરદાર પટેલ લો કોલેજનું પરીક્ષા કેંદ્ર રદ કર્યું હતું. કોલેજના આચાર્યની શૈક્ષણીક માન્યતા અને પેપર ફોડવાના પ્રકરણમાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ કાયમી રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગેની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને પણ કરશે.
પોલીસના જણાવ્યા અનુસાર વ્હોટ્સએપ ગ્રુપમાં આલેશ ચોવટિયા નામના વિદ્યાર્થીએ પેપર અપલોડ કર્યું હતું. આલેશ ચોવટિયાને ઝડપી લઈ પૂછપરછ કરાતા દિવ્યેશ ધડૂક નામના વિદ્યાર્થીનું નામ ખુલ્યું હતું. દિવ્યેશે જ આલેશને પેપર આપ્યું હતું. રાજકોટ પોલીસની બીજી ટીમ દિવ્યેશ ધડૂક પાસે પહોંચી હતી. તેણે મૂળ ચોટીલાના અને હાલ લાઠી પાસે રહેતા પારસ રાજગોર નામના વિદ્યાર્થીનું નામ આપ્યું હતું. રાતે જ પોલીસની ત્રીજી ટીમ પારસ રાજગોર પાસે પહોંચી અને તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં બાબરાની લૉ કોલેજના પ્રિન્સિપાલનું નામ ખુલ્યું હતું. બાબરાની સરદાર પટેલ લૉ કૉલેજના પ્રિન્સિપાલ દિલાવર કૂરૈશી નીકળ્યો પેપરલીક કાંડનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો. પ્રિન્સિપાલે જ કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરાને પેપરનો ફોટો પાડવાનું કહી પારસને મોકલવા કહ્યું હતું. પોલીસે આરોપી પ્રિન્સિપાલ દિલાવર કુરૈશી, ક્લાર્ક રાહુલ પંચાસરા અને પટ્ટાવાળા ભીખુ સેજલિયાને પણ ઝડપી લીધા છે.
સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં મોટો નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર
1 જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવા અને જમા કરવા મોંઘા પડશે, જાણો કેટલો લાગશે ચાર્જ